
વાહન ચાલકો સાવધાન હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી કેન્દ્ર સરકારના નવા નિયમો મુજબ જાે તમે સમયસર દંડ નહીં ભરો, તો તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશેકેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર બાદ હવે વાહન ચાલકો માટે મેમો કે ચલણને અવગણવું ભારે પડી શકે છે.
નવા નિયમો મુજબ જાે તમે સમયસર દંડ નહીં ભરો, તો તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ૩૦ જાન્યુઆરીએ નવી સૂચના બહાર પાડીને મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૯માં મહત્વના સુધારા કર્યા છે.
હવે ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, નશો કે લાલ લાઈટના ઉલ્લંઘન બદલ થતા ચલણની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને સમયબદ્ધ બનાવી દેવામાં આવી છે.
નિયમ ૧૬૭(૧૨): વાહન બ્લેકલિસ્ટની જાેગવાઈ
નવા નિયમ મુજબ, જાે કોઈ વાહન માલિક નક્કી કરેલા સમયમાં ચલણનો નિકાલ નહીં કરે, તો તેને ‘પરિવહન પોર્ટલ‘ પર ખાસ ચિહ્નિત (Mark) કરી દેવામાં આવશે. આના પરિણામે :
વાહનનું રજિસ્ટ્રેશન (RC) ટ્રાન્સફર થઈ શકશે નહીં.
ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડશે.
ડ્રાઇવિંગ લાઈસન્સનું નવીનીકરણ (Renewal) અટકી જશે.
જાે કોઈ વાહન ચાલકને લાગે કે તેનો મેમો ખોટી રીતે ફાટ્યો છે, તો તેણે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તે ચલણ મળ્યાના ૪૫ દિવસની અંદર પોર્ટલ પર જઈને ફોટો કે વીડિયો પુરાવા તરીકે અપલોડ કરી પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.
નિષ્ણાતોના મતે, આ ફેરફારોથી ટ્રાફિક વ્યવસ્થામાં પારદર્શિતા આવશે.
હવે પોલીસ માટે પણ નિયમ કડક છે, જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ૩ દિવસમાં અને દસ્તી રીતે ૧૫ દિવસમાં ચલણની જાણ કરવી અનિવાર્ય છે. આનાથી વાહન ચાલકોમાં જાગૃતિ આવશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની આશા છે.




