
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ર્નિણય મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ નેતા અને બે વખત( વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨)ના ધારાસભ્ય છે
દિલ્હીમાં યોજાયેલી મણિપુર ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે.
આજે સાંજે લગભગ ૫ વાગ્યે દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે મણિપુરના ભાજપ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. મહત્વનું છે કે મણિપુરમાં લગભગ એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી મુખ્યમંત્રીનું પદ ખાલી છે.
યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ નેતા અને બે વખત( વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨)ના ધારાસભ્ય છે. તે તેઓ સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા, જે રાજ્યની રાજધાની ક્ષેત્રમાં તેમની મજબૂત રાજકીય પકડને દર્શાવે છે.
તેઓ વર્ષ ૨૦૧૭માં મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમને ૨૦૨૨ સુધી પાંચ વર્ષ સુધી વિધાનસભા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જે બાદ યુમનામ ખેમચંદ સિંહને બીરેનસિંહ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેને પંચાયતી રાજ, શહેર અને ગ્રામીણ વિકાસ અને શિક્ષણ જેવા મહત્વના ખાતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૫માં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.




