
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ભડકે બળતું મણિપુર બે સમુદાયોની દુશ્મનીને કારણે આજે સળગી રહ્યું છે. છતાં કેન્દ્ર સરકાર આ અંગે હજુ કોઈ નિર્ણય નહીં લઈ શકતા હવે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને ઊડી રહ્યા છે.
કારણ કે મણિપુરના કુકી સમુદાયનો પ્રભુત્વ ધરાવતા કાંગ પોકપી જિલ્લામાં લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી ને કારણે આવશ્યક ચીજવસ્તુ ઓની અછત સર્જાઈ છે. ૫૦ કિલો ચોખાની ગુણીનો ભાવ ૧૪૦૦ રૂપિયા થીં ૧૭૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા થઈ ગયો છે.જ્યારે કાળાબજારમાં રાંધણગેસ ના સિલિન્ડરનો ભાવ ૫૦૦૦ રૂપિયા થયો છે. પેટ્રોલ પણ હવે ૨૫૦ થી ૨૮૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે.
નાગા જૂથોએ તાજેતરમાં નેશનલ હાઈવે- ટુ પર વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકો કર્યા પછી આ પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમને અપહરણ કરાયેલા છ નાગાઓની હત્યા માટે ન્યાયની માંગણી કરી હતી. આ પ્રતિબંધોને કારણે પહાડી જિલ્લાઓમાં ખોરાક અને અન્ય આવશ્યક પુરવઠો લઈ જતા ફ્યુઅલ ટેન્કરો અને ટ્રકોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્યાંક આવી ટ્રકોને બાળી નાંખવામાં આવી છે. પુરવઠા ના અભાવને કારણે ઘણા લોકોને રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. આછે આજના મણીપુર ની હાલત!!!



