
અંગ્રેજી નામે હટાવી ૨૪૬ સ્થળોને વીરોના નામ અપાયા ભારતીય સેનાએ ૨૪૬ સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ સદીઓથી બ્રિટિશ ગુલામીની યાદ અપાવતા અંગ્રેજી નામોને હવે હંમેશા માટે હટાવી લેવામાં આવ્યા છે
ભારતીય સેનાએ ગુલામીની નિશાની મુક્ત કરતો અને ભારતીય વીરોને સન્માન આપતો એક મોટો ર્નિણય લીધો છે. સદીઓથી બ્રિટિશ ગુલામીની યાદ અપાવતા અંગ્રેજી નામોને હવે હંમેશા માટે હટાવી લેવામાં આવ્યા છે. સેનાએ દેશભરમાં પોતાના પ્રતિષ્ઠાનો, કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારો અને સૈન્ય સ્ટેશનોમાં ૨૪૬ રસ્તાઓ, બિલ્ડિંગો અને અન્ય સુવિધાઓના નામ બદલી નાખ્યા છે.
ભારતીય સેનાએ જે સ્થળોના નામો બદલ્યા છે, તેઓના અગાઉ નામ અંગ્રેજી અધિકારી કે વાયસરાયના નામે હતા. જાેકે હવે આ સ્થળો ભારત માતાના વીર જવાનો, વીરતાના પુરસ્કાર મેળવનાર સૈનિકો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનો અને સેનાના મુખ્ય વડાના નામે ઓળખાશે. નામ બદલાયેલા ૨૪૬ સ્થળોમાં ૧૨૪ રસ્તાઓ, ૭૭ કોલોની, ૨૭ બિલ્ડિંગો અને અન્ય સૈન્ય સુવિધાઓ તેમજ ૧૮ પાર્ક તેમજ રમતના મેદાનો વગેરે સામેલ છે.
ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુલામી સમયના નામો હટાવીને, તેમના બદલે આપણા વીરો, યુદ્ધ નાયકો અને પ્રતિષ્ઠિત સૈન્ય અધિકારીઓનું સન્માન કરવા માટે આ ર્નિણય લેવાયો છે. આનાથી રાષ્ટ્રીય વિરાસતની ભાવનાને પ્રોત્સાહન મળશે. જેઓએ ભારતને ગુમાલ બનાવ્યા હતા અને તેમના નામે રસ્તાઓ હતા, ત્યાંથી ભારતીય સૈનિકો પરેડ કરતા રહ્યા. જાેકે હવે આ બદલાઈ ગયું છે.
આંકડાકીય વિગતો
૧૨૪ રસ્તાઓ : કેન્ટોન્ટમેન્ટની અંદરની ૧૨૪ મુખ્ય રસ્તાઓ નામ બદલાયા
૭૭ કોલોનીઓ : જ્યાં સૈનિકો અને અધિકારીઓનો પરિવાર રહે છે, તે ૭૭ કોલોનીઓના નામ બદલાયા
૨૭ બિલ્ડિંગો : હેડક્વાર્ટર અને અન્ય સૈનિય સુવિધાઓવાળી ૨૭ બિલ્ડિંગોના નામ બદલાયા
૧૮ અન્ય સુવિધાઓ : પાર્ક, ટ્રેનિંગ એરિયા, રમત-ગમતના મેદાન, ગેટ અને હેલીપેડ સામેલ છે, તેના પણ નામ બદલાયા
આ ઐતિહાસિક ફેરફારની નવી પેઢીને પ્રેરણા આપતી સૌથી મહત્ત્વની વાત એ છે કે, આમ કરવાથી પરમવીર ચક્ર વિજેતાઓથી લઈને કારગીલ યુદ્ધના નાયકોને સન્માન આપવામાં આવ્યું છે. આનાથી દેશનું ગૌરવ વધવાની સાથે સાથે નવી પેઢી પણ ભારતીય વીરોને વધુ ઓળખતી થશે. આ ફેરફારથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થશે. આગામી પેઢીઓ ભારતના વીર સૈનિકોની ગાઢાઓથી પ્રેરિત થશે




