
ટ્રાયલ કોર્ટાેના ૧૨૫ ચુકાદાના અભ્યાસ બાદ રિપોર્ટ જાહેર લાચાર મહિલા, મર્યાદા ભંગ જેવા શબ્દો ટાળો : સુપ્રીમની પેનલની કોર્ટાેને સલાહ પીડિતા, સર્વાઇવર, ફરિયાદી, સેક્સુઅલ અસોલ્ટનો ભોગ બનેલ જેવા કાયદાકીય શબ્દોનો પ્રયોગ કરવા સલાહ
વવિધ કોર્ટાેમાં રેપ, શારીરિક શોષણના કેસોમાં મહિલાઓને લઇને કેવા શબ્દોનો પ્રયોગ ના કરવો તેને લઇને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે મહિલાઓની મર્યાદા ભંગ અને લાચાર મહિલા જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરી શકાય. ખાસ કરીને જજાેએ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતા બચવું જાેઇએ તેવી સલાહ અપાઇ છે.દેશભરમાં ૧૨૫ ટ્રાયલ કોર્ટના ચુકાદાઓનો એક કમિટી દ્વારા વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે અંગે બાદમાં જજમેન્ટ્સ એન્ડ જેન્ડર સેન્સિટિવિટી ટાઇટલથી રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. બાદમાં પેનલ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે જેમાં એવી સલાહ આપવામાં આવી છે કે જજાેએ રેપ, શારીરિક શોષણ જેવા મામલાઓની સુનાવણી દરમિયાન વધુ સંવેદનશિલતા દાખવવી જાેઇએ, અને રૂઢિવાદી શબ્દોનો પ્રયોગ ટાળવો જાેઇએ. પીડિતોઓને જ બદનામ કરતા સવાલો પણ ટાળવા જાેઇએ, આરોપીની સાથે વાતચીત કરવા માટે પીડિતા પર દબાણ પણ ના થવું જાેઇએ.કોર્ટાે દ્વારા એક લાચાર નિસહાય સગીરા કે યુવતી કે મહિલા જેવા શબ્દોનો પ્રયોગ ટાળવો જાેઇએ, મહિલાનું ઓનર, શેમ, લાજ, મર્યાદા વગેરે શબ્દોનો પ્રયોગ પણ ટાળવો જાેઇએ. સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિષ્ણાતોની પેનલનો વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. પેનલે કેવા શબ્દોનો પ્રયોગ કરવો જાેઇએ તેની પણ સલાહ આપી છે જેમ કે પીડિત, સર્વાઇવર, ફરિયાદી, શારીરિક શોષણનો ભોગ બનેલી વગેરે કાયદાકીય શબ્દોનો પ્રયોગ કરવો જાેઇએ. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અનિરુદ્ધ બોઝની આગેવાનીમાં ગઠીત કમિટી દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.




