
ઊંચાઈ માપણીમાં ગરબડના આક્ષેપપહેલા પાસ, હવે નાપાસ! ગુજરાત પોલીસ ભરતીમાં વિવાદ આવ્યો.ગુજરાત પોલીસની નોકરીની ઉમ્મીદ રાખનાર ઘણા ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.ગુજરાતમાં ચાલી રહેલ પોલીસ ભરતીમાં એક અલગ પ્રકારનો વિવાદ થયો છે. આ વખતે ઉમેદવારોએ એવા દાવા સાથે હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે કે, અચાનક તેની ઊંચાઈ ઘટી ગઈ. આવી એવી છે કે, ગુજરાત પોલીસની નોકરીની ઉમ્મીદ રાખનાર ઘણા ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. કારણ કે, ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૬માં તેમની ઊંચાઈ જરૂરી ૧૬૫ સેમી (૫.૪ ફૂટ) કટ-ઓફથી ઓછા રહ્યા. જાે કે, અગાઉની ભરતીમાં તેઓ શારીરિક કસોટીમાં ઊંચાઈમાં પાસ થયેલા હતા.
ગુજરાત સહિત દેશભરમાં સરકારી નોકરીની ભરતીમાં વિવાદ અને કૌભાંડો અવારનવાર સામે આવતા રહે છે, જેમાં પેપર લીક, ડમી ઉમેદવારો અને છેતરપિંડીના કિસ્સાઓ ઘણી વખત સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત સરકારી નોકરીની ભરતીનો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત પોલીસ ભરતી વિવાદનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઘણા ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં ઊંચાઈ માપણીમાં ગરબડના આક્ષેપ સાથે અરજી દાખલ કરી છે, જેમાં તેઓએ દાવો કર્યો છે કે, ભરતી દરમિયાન તેમની ઊંચાઈ અચાનક ઘટી ગઈ હતી. આ સમસ્યા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) દરમિયાન શરૂ થઈ હતી, જેમાં ઓછામાં ઓછી ૧૬૫ સેમી ઊંચાઈ હોવી જરૂરી છે.
આ વખતે કેટલાક ઉમેદવારો નક્કી મર્યાદાથી નીચે જાેવા મળ્યા, જેના કારણે ખાખી પહેરવાની તેમની ઉમ્મીદ અચાનક ખતમ થઈ ગઈ. જાે કે, અરજદારોએ ભારપૂર્વક જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા ગત ભરતી દરમિયાન તેમની ઊંચાઈ આરામથી ૧૬૫ સેમી કે તેથી વધુ હતી અને તેમને આગામી તબક્કા માટે ક્લિયર કરી દેવામાં આવ્યા હતા.હાઇકોર્ટનો દરવાજાે ખખડાવનાર ગાંધીનગર જિલ્લાના તુષાર ભાલિયા અને ગોવિંદ સિંધવ, બનાસકાંઠાના પપ્પુ પરમાર અને અમદાવાદના મુકેશ ચૌહાણનો સમાવેશ થાય છે. તેમણે પોલીસ વિભાગમાં અલગ-અલગ પોસ્ટ માટે અરજી કરી હતી અને પહેલા તેમની ઊંચાઈના આધારે તેમને લાયક જાહેર કરવામાં આવ્યા હતા. જાે કે, આ વખતે તેમની ઊંચાઈ ૧૬૫ સેમીથી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બેન્ચ સમક્ષ આવી જ અપીલો આવતી રહી હોવાથી ન્યાયાધીશ ર્નિજર મહેતાએ એક નાનો ફિલ્ટર લગાવ્યો. દરેક અરજદારે કોર્ટ રજિસ્ટ્રીમાં ૧૦,૦૦૦ રૂપિયા જમા કરાવવા પડશે. જાે તેમના ઊંચાઈના દાવા સાચા સાબિત થશે તો આ રકમ પરત કરવામાં આવશે.
આ મામલાનો ઉકેલ લાવવા માટે હાઈકોર્ટે મેડિકલ સુપરવિઝનમાં ફરીથી ઊંચાઈ માપવાનો આદેશ આપ્યો. ઉમેદવારોને ૧૯ ફેબ્રુઆરીએ સોલા સ્થિત GMERS સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સમક્ષ તેમની ડિપોઝિટના પુરાવા સાથે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ ઇંચ અને સેન્ટીમીટર પર વધુ કોઈ દલીલો ન થાય તેની ખાતરી કરવા માટે હોસ્પિટલ ઓથોરિટીઝને જરૂરી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પારદર્શિતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. કોર્ટે આદેશ આપ્યો કે, સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે અને રિપોર્ટ ૨૩ ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવે.




