
બોર્ડર ૨ પછી, ભૂષણ કુમારે વધુ એક દેશભક્તિ ફિલ્મની તૈયારી કરી ભૂષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રી ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવશે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની છેલ્લી ફિલ્મ ‘ધ બેંગાલ ફાઇલ્સ’ હતી, જે ૫ાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થઈ હતી
‘બોર્ડર ૨’ના પ્રોડ્યુસર ભૂષણ કુમારે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે વધુ એક દેશભક્તિ ફિલ્મ બનાવવા માટે હાથ મિલાવ્યો છે. આ જાેડી હવે ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત એક હાઈ-પ્રોફાઈલ ફિલ્મ માટે સાથે કામ કરવા તૈયાર છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સુત્રે જણાવ્યું, “ભુષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રી તેમની આગામી ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ માટે સાથે આવી રહ્યા છે.
આ ફિલ્મ ટી-સિરીઝ અને આઈ એમ બુદ્ધા પ્રોડક્શન હેઠળ બનશે અને ફિલ્મનું ડિરેક્શન વિવેક અગ્નિહોત્રી કરશે.”તાજેતરમાં ટી-સિરીઝે ‘બોર્ડર ૨’ પણ પ્રોડ્યુસ કરી હતી. જે એક કલ્ટ વૉર ફિલ્મ બોર્ડરની સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી સહિતના કલાકારો મુખ્ય ભુમિકામાં છે. ત્યારે હવે ભુષણ કુમાર એક્ટર હર્ષવર્ધન રહાણે સાથે ફરીથી જાેડાઈને એક નવી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેનું નામ હજુ જાહેર થયું નથી.ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની છેલ્લી ફિલ્મ ‘ધ બેંગાલ ફાઇલ્સ’ હતી, જે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેની ‘ફાઇલ્સ’ ટ્રિલોજીની અંતિમ કડી તરીકે રજૂ થઈ હતી, જેમાં પહેલાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંત ફાઇલ્સ’ ફિલ્મો આવી હતી.




