
ઝડપાયેલી યુવતીઓની વિશેષ પૂછપરછ કર્યા બાદ ડિપોર્ટ કરાશે રાજકોટના કોઠારીયા વિસ્તારમાંથી ચાર બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાઈ યુવતીઓ અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કોલકત્તા તરફ હતી અને ત્યાંથી રાજકોટ મજૂરી કામ માટે આવી હતી.
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાંગ્લાદેશી યુવતીઓ ગેરકાયદે વસવાટ કરતી હોવાની બાતમીના આધારે શહેર એસઓજીની ટીમે મહિલા પોલીસ સાથે તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ચાર બાંગ્લાદેશી યુવતીઓ મળી આવી હતી, જેઓ મજૂરી કામના બહાને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલી યુવતીઓની વિશેષ પૂછપરછ બાદ તેમને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાજકોટ એસ.ઓ.જી.ની ટીમે બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન માહિતી મળી હતી કે કોઠારીયા વિસ્તારમાં ચાર દિવસ પહેલા કેટલીક બાંગ્લાદેશી યુવતીઓ આવી છે અને મજૂરી કામ કરે છે.
તપાસ દરમિયાન આ માહિતી સાચી ઠરતા અલગ-અલગ સ્થળેથી આ મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવતીઓ અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કોલકત્તા તરફ હતી અને ત્યાંથી રાજકોટ મજૂરી કામ માટે આવી હતી.




