
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજકાલ રાજસ્થાન સરકારની એક યોજના ખૂબ જ ચર્ચામાં છે અને એનું નામ છે ગાંવ ગ્વાલા યોજના. આ યોજનામાં ગાય ચરાવનારા ગોવાળોની ભરતી કરવામાં આવી રહી છે અને તેમને એને માટે પગાર પણ આપવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજ મંડીમાં ૧૪ ગામડાઓમાં ગોવાળની નિયુક્તિ કરી છે. સરકાર પ્રાચીન ગોચારણ પરંપરા ને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે.
આ ગોવાળો રોજ ગામની ગાયોને સામૂહિક રૂપે ગોચર ભૂમિ સુધી ચરાવવા લઈ જશે અને સાંજે એમને ઘરે પાછી લાવશે. ગાયોને આખો દિવસ ચરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવશે અને સાંજે પાછી એમને ગામના ઘરો માં મોકલવામાં આવશે. દર ૭૦ ગાયે એક ગોવાળની નિયુક્ત કરવામાં આવી છે. જો ગાયની સંખ્યા વધશે તો એ ગામમાં બીજા ગોવાળો પણ નિયુક્ત કરવામાં આવશે. દરેક ગોવાળને ગાય ચરાવવાનો પગાર ૧૦,૦૦૦/- રૂપિયા મળશે. આ યોજના ગામના દાતાઓના સહયોગથી સંચાલિત થઈ રહી છે.




