
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ચીનમાં ચિકન-મટન અને જીવડાંઓ રાંધીને પીરસતી રેસ્ટોરન્ટો ઘણી છે. પરંતુ ઘણા સમયથી ચાલતી એક અજીબ રેસ્ટોરાં આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એક ટ્રાવેલ બ્લોગરે બનાવેલી રીલે લોકોમાં કુતૂહલ જણાવ્યુ છે. આ રેસ્ટોરાંના મેનૂમાં જાતજાતના સાપોની વાનગીઓ છે અને એમાં કિંગ ક્રોબાનો પણ સમાવેશ થાય છે. આ રેસ્ટોરાં એક મહિલા ચલાવે છે જેને સ્થાનિકો કોબ્રા-કવીન કહે છે. બહારથી સાવ જ સાધારણ ઢાબા જેવી દેખાતી આ રેસ્ટોરાં માં લાકડાની પેટીઓમાં સાપ સંઘરી રાખવામાં આવે છે. આ સાપ જીવતા જ હોય છે. ગ્રાહક એ લાકડાની પેટીઓમાંથી પોતાને જે સાપ ખાવો હોય એ સાપ પસંદ કરીને લઈ શકે છે.
એ પછી સાપને તળીને ક્રિસ્પી ચિપ્સની જેમ અથવા તો ઉકાળીને સૂપ કે શાકની જેમ પીરસવામાં આવે છે. તમે જેવો સાપ પસંદ કરો એ મુજબ ડિશની કિંમત નક્કી થાય છે. કિંગ કોબ્રામાંથી બનાવેલી વાનગીની એક ડિશની કિંમત ૧૮૦ ડોલર એટલે લગભગ ૧૬,૫૦૦ રૂપિયા છે. અહી સાપના અંગોમાંથી બનેલા હેલ્થ-ડ્રિન્ક્સ પણ મળે છે. હોન્ગકોન્ગમાં સાપની વાનગીઓને એકઝોટિક ફૂડ-કલ્ચર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે. જો કે અનેક લોકો એને ખતરનાક અને અમાનવીય ગણાવે છે.




