
મેં કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી : બિલ ગેટ્સહા, રશિયન મહિલાઓ સાથે અફેર હતા, એપસ્ટીન ફાઇલ્સ પર બિલ ગેટ્સની કબૂલાત.બિલ ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીની જાહેરમાં માફી માગતા કહ્યુ કે તેમનાથી મોટી ભૂલ થઈ છે.દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી બિલ ગેટ્સ જેફ્રી એપસ્ટીન સાથે જાેડાયેલા વિવાદને કારણે ચર્ચામાં છે. આ મામલામાં ફસાયેલા બિલ ગેટ્સ હવે માફી માગી રહ્યાં છે. તેમણે સ્વીકાર કર્યો કે તેમનો સંબંધ બે રશિયન મહિલાઓ સાથે હતી. તાજેતરમાં સામે આવેલા નવા દસ્તાવેજાે બાદ વધેલા વિવાદ વચ્ચે ગેટ્સએ પોતાની સંસ્થા બિલ ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીની જાહેરમાં માફી માગતા કહ્યુ કે તેમનાથી મોટી ભૂલ થઈ છે. સૂત્રો અનુસાર એક આંતરિક ટાઉનહોલ મીટિંગમાં બેટ્સએ પોતાના જૂના સંબંધોને લઈને સવાલનો જવાબ આપતા સ્વીકાર કર્યો કે એપસ્ટીનની સાથે સમય પસાર કરવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓની તેમની સાથે મુલાકાત કરાવવી એક મોટી ભૂલ હતી. તેમણે કહ્યું કે આ ર્નિણયને કારણે સંગઠનના લોકોએ અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો, જેના માટે તેઓ જવાબદારી લે છે. ટાઉનહોલમાં ગેટ્સએ કથિત રીતે તે પણ સ્વીકાર્યું કે એપસ્ટીન ફાઇલ્સમાં જણાવેલી બે રશિયન મહિલાઓ સાથે તેમના બે અફેર હતા, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે તે સંબંધને એપસ્ટીનના પીડિતો સાથે કોઈ લેવાદેવા નથી. માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડરની આ વાત મીડિયા રિપોર્ટ્સમાં એપસ્ટીન સાથે તેમની પાછલી વાતચીતની વિગતો સામે આવ્યા બાદ ફરી તપાસ બાદ આવી છે.
આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે અમેરિકી ન્યાય વિભાગે જાહેર કરેલી તસવીરો અને દસ્તાવેજમાં ગેટ્સ અને એપસ્ટીનની ઘણી મુલાકાતોનો ઉલ્લેખ છે. કેટલીક તસવીરોમાં ગેટ્સ તે મહિલાઓ સાથે જાેવા મળ્યા, જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે ટાઉનહોલ મીટિંગ દરમિયાન ગેટ્સએ તે પણ સ્વીકાર્યું કે તેમના બે અંગત સંબંધ રશિયન મહિલાઓ સાથે હતા, જેનો ઉલ્લેખ આ ફાઇલ્સમાં કરવામાં આવ્યો છે. પરંતુ તેમણે કર્મચારીઓને કહ્યું- મેં કંઈ ગેરકાયદેસર કર્યું નથી અને ન આવું કંઈ જાેયું છે.
આ વિવાદની અસર બિલ ગેટ્સના જાહેર કાર્યક્રમો પર પણ પડી છે. ગેટ્સે તાજેતરમાં ભારતમાં આયોજીત છૈં ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬મા પોતાની ભાગીદારી રદ્દ કરી દીધી હતી, જેથી કાર્યક્રમનું ધ્યાન મુખ્ય વિષયોથી ન ભટકે. ઉલ્લેખનીય છે કે ગેટ્સ ફાઉન્ડેશન પહેલાથી સ્પષ્ટ કરી ચુક્યું છે કે તેમનો એપસ્ટીન સાથે કોઈ નાણાકીય વ્યવહાર રહ્યો નથી અને ન ક્યારેય સંગઠનમાં કોઈ ભૂમિકા આપવામાં આવી. તેમ છતાં નવા ખુલાસા બાદ ગેટ્સની છબી અને તેમની પ્રોફેશનલ વિશ્વસનીયતા પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ ઘટનાક્રમ બાદ ફરી ચર્ચા શરૂ થઈ છે કે જાહેર જીવનમાં પ્રભાવશાળી વ્યક્તિઓના અંગત સંબંધ કઈ હદ સુધી તેમની શાખને પ્રભાવિત કરી શકે છે.




