
બીજી તરફ ભારતની બિઝનેસ સ્કૂલોમાં આંતરરાષ્ટ્રીય અરજીઓમાં ૨૫% વધારો US નો ક્રેઝ ઘટ્યો, ભારતીય વિદ્યાર્થીઓમાં ૪૫% ઘટાડો ગયા વર્ષની તુલનાએ એશિયા પેસિફિક રિજનમાં ૫૪ ટકા પ્રોગ્રામમાં પાનખર-૨૦૨૫માં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધારો થયો.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઓગસ્ટ ૨૦૨૫માં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં ૪૫ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતીય ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ માટે આંતરરાષ્ટ્રીય અરજીઓમાં ૨૫ ટકાનો વધારો છે, જે વૈશ્વિક મેનેજમેન્ટ એજ્યુકેશનમાં એક નવા ટ્રેન્ડનો સંકેત આપે છે. ભારતીય પ્રોગ્રામો માટે આંતરરાષ્ટ્રીય અરજીઓમાં ૨૫ ટકાનો વધારો દર્શાવે છે કે મેનેજમેન્ટ અભ્યાસ માટે ભારત વૈશ્વિક હબ તરીકે ઊભરી રહ્યું છે, એમ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ (ય્સ્છઝ્ર)ના તાજેતરના શ્વેતપત્રમાં જણાવાયું હતું. ડેટામાં જણાયું છે કે ઉચ્ચ અભ્યાસ માટે લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતા નોર્થ અમેરિકા પ્રત્યે વિદ્યાર્થીઓના આકર્ષણમાં ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે એશિયા અને યુરોપ ખંડ માટેના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે. આ નવા ટ્રેન્ડ માટે વિઝા નીતિઓ, ચલણના દબાણ અને પરવડે તેવા શિક્ષણની ચિંતા જેવા પરિબળો જવાબદાર છે.
ય્સ્છઝ્રના ૨૦૨૫ એપ્લિકેશન ટ્રેન્ડ સર્વેમાં જણાયું છે કે યુરોપ (યુકે સિવાય) અને એશિયામાં આંતરરાષ્ટ્રીય અરજીઓમાં વધારો થયો છે, જ્યારે કેનેડા, યુકે અને યુએસમાં ઘટાડો થયો છે. ૩૬૧ બિઝનેસ સ્કૂલોને આવરી લઇને કરાયેલા એક ટૂંકા સરવેમાં જણાયું છે કે ગયા વર્ષની તુલનાએ એશિયા પેસિફિક રિજનમાં ૫૪ ટકા પ્રોગ્રામમાં પાનખર-૨૦૨૫માં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધારો થયો છે, જ્યારે અમેરિકામાં બે તૃતીયાંશ સ્ટડી પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં ઘટાડો નોંધાયો હતો. વિદ્યાર્થીઓના પ્રવેશ પછી સૌથી વધુ અસર કરતી બાબત વિઝાની અનિશ્ચિતતા છે.અમેરિકામાં લગભગ ૯૦ ટકા પ્રોગ્રામમાં ભારતને ટોચના દેશોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડિપોઝિટ પણ ચૂકવી હતી, પરંતુ આખરે અભ્યાસ કર્યાે ન હતો. તેના મુખ્ય કારણોમાં વિઝામાં વિલંબ, ઇનકાર અથવા બહુવિધ ડિપોઝિટનો સમાવેશ થાય છે. ય્સ્છઝ્રના પ્રોસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ સરવેમાં બહાર આવ્યું છે કે ૨૦૧૫માં ૫૭ ટકા ભાવિ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકાને પસંદગી આપી હતી, જાેકે ૨૦૨૯માં આ પ્રમાણ ઘટી ૪૨ ટકા થયું હતું. પશ્ચિમ યુરોપને ૬૩ ટકા વિદ્યાર્થીઓને પસંદગી આપી હતી.




