
હવે ૩ જુલાઈએ થશે રિલીઝ આલિયા-શર્વરીની ‘આલ્ફા’ની રિલીઝ આગળ ખસેડાઈ ‘આલ્ફા’ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી ઉપરાંત ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વના રોલમાં છે આલિયા ભટ્ટ અને શર્વરીના ચાહકો માટે ખુશખબર છે, કારણ કે તેમની ફિલ્મ ‘આલ્ફા’ હવે નક્કી કરેલી તારીખ કરતાં વહેલી રિલીઝ થશે. આ એક્શન એન્ટરટેઇનર અગાઉ ૧૦ જુલાઈએ રિલીઝ થવાની હતી. હવે એવા અહેવાલ છે કે ફિલ્મ એક અઠવાડિયું વહેલું, એટલે કે ૩ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.એક પ્રખ્યાત મલ્ટિપ્લેક્સ ચેઇન સાથે જાેડાયેલા સુત્રે દ્વારા મળતી માહિતી મુજબ, “૩ જુલાઈ ‘આલ્ફા’ને રિલીઝ કરવા માટે યોગ્ય તારીખ છે, કારણ કે ‘ધમાલ ૪’, જે એ જ દિવસે રિલીઝ થવાની હતી, તે હવે ૧૭ જુલાઈ સુધી મોકુફ રાખવામાં આવી છે. ૩ જુલાઈએ કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન હોવાથી નિર્માતા આદિત્ય ચોપરાને લાગ્યું કે ‘આલ્ફા’ને થિયેટરમાં લાવવા માટે આ યોગ્ય સમય છે.”એક ટ્રેડ એક્સપર્ટે જણાવ્યું, “ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ પણ ૧૭ જુલાઈએ ‘ધમાલ ૪’ સાથે રિલીઝ થઈ રહી છે. પરિણામે ‘આલ્ફા’ને બોક્સ ઑફિસ પર બે અઠવાડિયાનો ખુલ્લો સમય મળશે, ખાસ તો, ૧૦ જુલાઈએ કોઈ બોલિવૂડ ફિલ્મ રિલીઝ થવાની નથી.”‘આલ્ફા’ યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ છે. આલિયા ભટ્ટ અને શર્વરી ઉપરાંત ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનું ડિરેક્શન શિવ રવૈલે કર્યું છે, જેમણે અગાઉ વૈશ્વિક સ્તરે વખણાયેલી સિરીઝ ‘ધ રેલવે મેન’ ડિરેક્ટ કરી હતી. ફિલ્મ સાથે જાેડાયેલા એક સિનિયર ટ્રેડ સુત્રે કહ્યું, “‘આલ્ફા’ યશરાજ સ્પાય યુનિવર્સ માટે મોટો વળાંક સાબિત થશે. તેમાં મુખ્ય પાત્ર એક અસેસિન તરીકે રજૂ થાય છે, સ્પાય તરીકે નહીં, જે અગાઉના બધા લીડ પાત્રોથી ઘણું અલગ છે. પહેલીવાર આદિત્ય ચોપરા એવી ઓરિજિનલ સ્ટોરી લઈને આવી રહ્યા છે, જેમાં પાત્ર વધુ ગ્રે શેડ્સ ધરાવે છે અને વધુ એન્ટી-હીરો પ્રકારનું છે.”



