
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આ વાત છે સ્પેનની જયાં એક કર્મચારી ઓફિસમાં કામ કરવા આવે એ પછી બિયર પીતો હોય એવી શંકા હોવાથી કંપનીએ પોતાની પોલીસી મુજબ ઓફિસના સમયમાં અને ઓફિસની અંદર દારૂ કે દારૂ હોય એવું કોઈ પણ પીણું પીવા પર પ્રતિબંધ હતો. જોકે આ માણસ બિયર પીતા હોવાની શંકા જતાં તેના ઉપરીએ આ માટે તેની પાછળ ડિટેક્ટિવ ગોઠવ્યા. ઓફિસમાં માટે તે કોઈની નજરે ચડે એ રીતે તો દારૂ નહોતો પીતો, પરંતુ એ પછી બિયર કયાંકથી પી ને આવતો હતો એવું લાગતું હતું.આ ફરિયાદ પર કંપનીએ કર્મચારીની પાછળ જાસૂસ બેસાડયા અને કંપનીનો શક સાચો પડયો. લંચ-બ્રેક દરમ્યાન તે પાર્કિંગમાં જઈને પોતાની કારમાં બેસીને બિયર પીતો હતો.આ વાત ના પુરાવા મળ્યા એટલે કંપનીએ તરત જ તેને પાણીચુ પકડાવી દીધુ.
અચાનક નોકરી જતી રહેતા કર્મચારી પણ ચિંતામાં મુકાઈ ગયો. જોકે તેણે પોતાને કાઢી મુકાયો એ પાછળનું કારણ ગેરકાનૂની છે. એની અપીલ કરી. કોર્ટમાં કેસ ચાલ્યો અને કોર્ટે ખરેખર કર્મચારીની ફેવરમાં ચુકાદો આપ્યો. જજનું કહેવું હતું કે કર્મચારી લંચ-બ્રેકમાં બિયર પીતો હતો. લંચ-બ્રેક એ ઓફિસનો વર્કિંગ અવર નથી ગણાતો.
બીજુ તે પોતાની કારમાં બેસીને પીતો હતો એટલે કંપનીના બિલ્ડીંગનો ઉપયોગ પણ નહોતો કરતો. બીજી તરફ કંપની એ સાબિત ના કરી શકે કે બિયર પીવાને કારણે તેના કામ પર માઠી અસર પડતી હતી. બસ કોર્ટે કંપનીને એ કર્મચારીને કાં તો ફરીથી નોકરીમાં પાછો લેવાનો અથવા તો ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો. કંપની એ કર્મચારી ને પાછો લેવાને બદલે વળતર આપવાનું પસંદ કર્યું હતું.




