
અમેરિકી સિંગરનો CJP અંગે ચોંકાવનારો દાવો ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને અમારા દેશથી થઈ રહ્યું છે ફંડિંગ અમેરિકી સિંગર મેરી મિલબેને સીજેપી અને તેના સંસ્થાપક અભિજીત દીપકેના આ વિરોધ પ્રદર્શનો સામે અવાજ ઉઠાવ્યો બે-ત્રણ મહિના પહેલા એક સોશિયલ મીડિયા કેમ્પેઈનથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીએ હવે દેશના રાજકારણમાં ખળભળાટ સર્જી દીધો છે.
નીટ પ્રોટેસ્ટથી એક મંત્રીનું રાજીનામું પડ્યું અને હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન. જાે કે એક જાણીતી અમેરિકી સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી અને તેના સંસ્થાપક અભિજીત દીપકેના આ વિરોધ પ્રદર્શનો સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે દેશના યુવાઓને દીપકેને સાથ ન આપવાની ગુહાર પણ લગાવી છે. મેરી મિલબેનનો એવો આરોપ છે કે તેમના દેશમાંથી એન્ટી મોદી તાકાતોને ફંડિંગ મળી રહ્યું છે.
અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેને એવો આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીનો વિરોધ કરનારા અમેરિકી ડોનર અભિજીત દીપકે અને તેમના ગ્રુપને ફંડિંગ કરે છે. તેમનો એવો પણ દાવો છે કે આ લોકો ભારતની વ્યવસ્થાને તોડવા માંગે છે. ભારતના વિકાસમાં બાધાઓ નાખવા માટેની આ કોશિશો છે. અમેરિકી સિંગરે ભારતના યુવાઓને ચેતવતા કહ્યું કે ભારતમાં થઈ રહેલી એન્ટી મોદી એક્ટિવિસ્ટનું ફંડિંગ તેમના દેશમાંથી થઈ રહ્યું છે. હવે સિંગર મેરી મિલબેનના આ આરોપથી ભારતમાં ચાલી રહેલા પ્રોટેસ્ટના ઈરાદાઓ પર સવાલ ઉઠી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયામાં રાતોરાત કોકરોચ જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને તેણે ત્યારબાદ રાજકારણમાં સળવળાટ શરૂ કરી દીધો.
નીટનું પેપર લીક થયા બાદ વિરોધ પ્રદર્શનમાં આગળ પડીને ભાગ લીધો અને આ વિરોધ પ્રદર્શન એ હદે પહોંચી ગયું કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું. ત્યારબાદ સીજેપીનું જુસ્સો વધુ બુલંદ થયો અને પછી તો જીૈંઇ, ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને ટાર્ગેટ પર લીધા છે. જંતર મંતર પર થયેલા નીટ પ્રોટેસ્ટમાં તેમના સ્વરા ભાસ્કર, પ્રકાશ રાજ, શબાના આઝમી જેવા અનેક સેલેબ્સે પણ સપોર્ટ કર્યો હતો.
સીજેપીના હાલના પ્રોટેસ્ટમાં પણ સેલેબ્સનો સપોર્ટ સામેલ છે. આમિર ખાનના ભાણીયા ઈમરાન ખાને આ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો અને તેમની અટકાયત પણ થઈ હતી. આ પ્રોટેસ્ટ બાદ અમેરિકી નાગરિકતા ધરાવતા ઈમરાનને દેશમાંથી કાઢી મૂકવાની પણ માંગી ઉઠી. કોકરોચ જનતા પાર્ટીએ હાલના સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ કરેલું છે અને ટાર્ગેટ પર માત્ર જ્ઞાનેશકુમાર જ નહીં પરંતુ મોદી સરકાર અને પીએમ મોદી પણ છે. ત્યારે એવા સમયે અમેરિકી સિંગરનો આ આરોપ ઘણું બધુ કહી જાય છે.




