
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર અને નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
શિયાળાની વિદાય બાદ હવે ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર જનજીવન પર જાેવા મળશે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર અને નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન તાપમાન ઉંચા સ્તરે સ્થિર રહેશે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ જાેવા મળી શકે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ અનુભવાશે. હવામાન વિભાગે માર્ચમાં ગરમી વધતા વરસાદ સારો રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનામાં કચ્છ અને દ્વારકામાં રહેશે ઉકળાટ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. આ ઉપરાંત રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારૂ શહેવાની શક્યતા છે.
આરોગ્ય અને સાવચેતી
* શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પાણી, છાશ, લીંબુ શરબત અથવા ઓઆરએસ (ORS) લેતા રહેવું.
* હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા જેથી ગરમી સામે રક્ષણ મળે.
* સવારના ૧૧થી બપોરના ૪ વાગ્યા સુધીના તીવ્ર તાપમાનમાં બિનજરૂરી બહાર જવાનું ટાળવું. જાે બહાર જવું અનિવાર્ય હોય, તો માથું ઢાંકીને રાખવું.
* વૃદ્ધો અને બાળકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઝડપથી થઈ શકે છે, તેથી તેમની ખાસ સંભાળ રાખવી.




