
આસપાસના લોકો જાગી જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ટોળકી ત્રાટકી ચોર ટોળકીએ ગેટ ખોલવાને બદલે દીવાલ પર ચડી કુદકો મારી બંધ મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા
મોડાસા શહેરની રામપાર્ક વિસ્તારમાં આવેલી માણેકબા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ટોળકી મોડી રાત્રે ત્રાટકી હતી. જાેકે પાડોશી જાગી જતાં ચોરો ભાગી ગયા હતા.શહેરના મધ્ય ભાગમાં આવેલી માણેકબા સોસાયટીના એક બંધ મકાનને ચારથી પાંચ જેટલા ચડ્ડી બનિયાનધારી ચોરોએ નિશાન બનાવ્યું હતું. ચોર ટોળકીએ ગેટ ખોલવાને બદલે દીવાલ પર ચડી કુદકો મારી બંધ મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા.
તે સમયે અવાજ થતાં આજુબાજુમાં રહીશો જાગી જતાં બૂમો પાડતા આ ટોળકી ભાગી જવામાં સફળ રહી હતી. આ બનાવથી આજુબાજુના રહીશો ભયભીત થયા હતા અને આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવું રહીશો ઇચ્છી રહ્યા છે. જાેકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.




