
ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ થશ.રનબીર કપૂરે મુંબઈમાં ‘રામાયણ ૨’નું શૂટિંગ શરૂ કર્યું.સન્ની દેઓલ પણ ૨૦ માર્ચથી ફિલ્મનાં શૂટમાં જાેડાવાનો છે, જે આ ફિલ્મમાં હનુમાનજીનો રોલ કરે છે.રનબીર કપૂરે ‘રામાયણ ૨’ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે, સેટ પરથી લાંબા વાળની વીગ સાથે તેના ફોટો પણ વાયરલ થયા હતા. સાથે જ રનબીર કપૂરના કલીન શેવ લૂકની પણ ચર્ચા થઈ હતી. રનબીરે હવે મુંબઇમાં ‘રામાયણ ૨’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આવનારા થોડાં દિવસોમાં તે ફિલ્મનાં બીજા ભાગના મહત્વના સીનનું શૂટ કરશે.શરૂઆતમાં રનબીર કપૂર માર્ચમાં ‘લવ એન્ડ વૉર’નું શૂટિંગ કરવાનો હતો. પરંતુ તાજેતરમાં ઉઠેલા ભણસાલીની તબિયત અંગેના અહેવાલો પછી તેનું શૂટ થોડું પાછળ ઠેલાયું હોવાના અહેવાલ છે, તેથી ફિલ્મ થોડી પાછી ઠેલાઈ છે. તેથી હવે એવા અહેવાલ છે કે મે ૨૦૨૬માં ફિલ્મનું શૂટ આગળ વધશે.
હવે જ્યારે ‘લવ એન્ડ વૉર’નું શૂટ પાઠું ઠેલાતાં રનબીરે પોતાનું ધ્યાન ‘રામાયણ ૨’ પર આપવાનું નક્કી કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “રનબીર માર્ચ અને મે વચ્ચે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું કરી નાખવા માગે છે. હેલ તેનો ક્લીન શેવ લૂક પણ રામાયણના શૂટ માટે જ છે. જેનાથી પહેલા ભાગની વાર્તા આગળ વધશે.”સન્ની દેઓલ પણ ૨૦ માર્ચથી ફિલ્મનાં શૂટમાં જાેડાવાનો છે, જે આ ફિલ્મમાં હનુમાનજીનો રોલ કરે છે. શૂટિંગનાં આ તબક્કામાં રનબીર અને સની વચ્ચે પણ મહત્વના સીનનું શૂટ પૂરું કરવામાં આવશે. આ શૂટ ઘણું મહત્વનું રહેશે, જે રામાયણના મોટા સ્કેલને પણ આકાર આપશે. નિતેશ તિવારીની આ ફિલ્મમાં રનબીર કપૂર અને સાઇ પલ્લવી રામ અને સીતાના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ નિર્ણિત મલ્હોત્રા દ્વરા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ થશે.




