
લાંબા સમયની ઇન્તેઝારીનો હવે અંત આવ્યો.આલિયા ભટ્ટની ફિલ્મ સ્પાય-થ્રિલર જુલાઈમાં રિલીઝ થશે.ફિલ્મમાં પહેલેથી જ મજબુત કાસ્ટ છે. પરંતુ આ ફિલ્મમાં રિતિક રોશનની પણ ખાસ હાજરી જાેવા મળશે.લાંબા સમયની ઇન્તેઝારીનો હવે અંત આવ્યો છે. આલિયા ભટ્ટની સ્પાય-થ્રિલર હવે જુલાઈમાં રિલીઝ થવા જઈ રહી છે. યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની આવનારી ફિલ્મ આલ્ફામાં આલિયા ભટ્ટ સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને શર્વરી વાઘ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. ઘણી રાહ જાેયા પછી આલિયા ભટ્ટની સ્પાય-થ્રિલરને અંતે તેની રિલીઝ તારીખ મળી ગઈ છે. રૂઇહ્લ સ્પાય યુનિવર્સની આ આવનારી ફિલ્મ ૧૦ જુલાઈ ૨૦૨૬એ મોટા પડદા પર રિલીઝ થવાની છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં યશરાજ ફિલ્મ્સે અંગ્રેજી ‘એ’ અક્ષર સાથેનું એક રસપ્રદ પોસ્ટર શેર કર્યું છે.આલિયા ભટ્ટ અને શર્વરી તેમની આવનારી સ્પાય-થ્રિલર આલ્ફા સાથે પ્રસિદ્ધ વાયઆરએફ યુનિવર્સમાં જાેડાઈ છે.
આ ળેન્ચાઈઝીની આ પહેલી મહિલા-કેન્દ્રિત થ્રિલર ફિલ્મ છે, જેમાં એક થા ટાઇગર, વૉર અને પઠાણ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. શિવ રવૈલ દ્વારા દિગ્દર્શિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આલ્ફા ૧૦ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનો સ્ક્રીનપ્લે શ્રિધર રાઘવન, શિવ રવૈલ અને ઈશિતા મોઇત્રા જેવા લેખકો દ્વારા લખવામાં આવ્યો છે.અગાઉ એક સુત્રએ જણાવ્યું હતું કે આલિયા અને શર્વરી એક સ્ટાર-સ્ટડેડ ખાસ ગીતમાં જાેવા મળશે અને તે એક નવા અને ક્યારેય ન જાેવાયેલા અંદાજમાં જાેવા મળશે. સુત્રએ જણાવ્યું, “આલિયા અને શર્વરી બંને આ ગીત માટે ખુબ ઉત્સાહિત હતાં. આ ગીત ભવ્ય અને દમદાર છે. વિચાર એ હતો કે એક્શનથી ભરપુર પરિસ્થિતિમાં બંને મહિલા મુખ્ય પાત્રો સાથે એક અદ્ભુત અને એનર્જેટીક ગીત રજૂ કરવું અને તે બિલકુલ એ જ રીતે તૈયાર થઈ રહ્યું છે.”ફિલ્મમાં પહેલેથી જ મજબુત કાસ્ટ છે. પરંતુ આ ફિલ્મમાં રિતિક રોશનની પણ ખાસ હાજરી જાેવા મળશે. એક અહેવાલ અનુસાર, રિતિક તેના એજન્ટ કબીર પાત્ર સાથે આલ્ફામાં ક્રોસઓવર કરશે.એક સુત્રએ જણાવ્યું, “રિતિક ઉત્સાહિત છે કારણ કે યશરાજના સ્પાય યુનિવર્સમાં તેનું પાત્ર આ પહેલા ક્રોસઓવરમાં જાેવા મળશે. લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે તે આલિયા ભટ્ટ અને શર્વરીના મેન્ટર તરીકે જાેવા મળશે.”અગાઉ આલ્ફા ૧૭ એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ તે સલમાન ખાનની બેટલ ફ ગલવાન સાથે ક્લેશ થાય એવું હોવાથી ઇન્ડસ્ટ્રીના સુત્રોએ અનુમાન લગાવ્યું હતું કે નિર્માતાઓ નવી તારીખ પસંદ કરી શકે છે. તેથી હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને તે ફાઇનલ તારીખ હોવાનો અંદાજ છે. આ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ છે.




