
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે દરેક વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે એના ધંધા-રોજગાર કરવા માટેનું એક લાયસન્સ હોય છે. અને એ લાયસન્સ સરકારની જુદી જુદી એજન્સીઓ ધ્વારા આપવામાં આવતું હોય છે. જેમકે ડેરીનું લાયસન્સ ફૂડ ખાતા ધ્વારા, દવાનું લાયસન્સ મેડિકલ બોર્ડ અને વાહનનું લાયસન્સ RTO ધ્વારા આપવામાં આવતું હોય છે.
ત્યારે બિલ્ડર લોકોને સરકાર તરફથી કે કલેક્ટર કચેરી અથવા કોઈ અન્ય સરકારી કચેરી ધ્વારા આ પ્રમાણે લાયસન્સ આપવામાં આવતું નથી. આજે શહેરમાં તો એ પરિસ્થિતિ છે કે કેટલાક નાના-મોટા બાંધકામોમાં કડિયા કામ કરતાં કરતાં બાંધકામોનાં કોન્ટ્રાક્ટ લઈને બિલ્ડરો બનેલા પણ છે. જેઓ કોઈ જન્મજાત બિલ્ડર હોતા નથી. આવા નાના-મોટા બાંધકામો કરતાં કરતાં બિલ્ડરોની વ્યાખ્યામાં આવતી આવી વ્યક્તિઓને કોઈ બિલ્ડર તરીકે ના લાયસન્સની ફાળવણી કરવામાં આવતી નથી. પરંતુ બાંધકામ કરવા માટેની જે તે સરકારી અને સ્વાયત સંસ્થાઓ પાસેથી પરમીશન લેવાની હોય છે.
ત્યારે આવા બિલ્ડરો જ્યારે સમાજ ઉપર પ્રભાવ પાડવાનો એટલેકે રોફ જમાવવા કે નાના માણસો ઉપર ખોફ ઊભો કરે છે. ત્યારે આવા બિલ્ડરોની ગણતરી માથાભારે અને દાદાગીરી કરવાથી વધુ એમની કોઈ ઇજ્જત હોતી નથી.
આમ બિલ્ડરોને પ્રજા કોઈ સોગંધ નથી ખવડાવતી કે તમે કાકા,મામા ના થતાં હોય. તમે બિલ્ડર બનો ઉપરાંત બિલ્ડર બન્યા એટલે કોઈ ચિટિંગનું લાયસન્સ નથી મળી જતું કે તમે બાંધકામના નામે ખેડૂતોને કે પ્રજાની સાથે વહેપારીઓ અને સામાન્ય માણસ સાથે ચિટિંગ કરો કે એમને એટલેકે પ્રજાના પૈસે લીલા લહેર કરી ધાગડધિન્ના કરો અને લકઝરીયસ કારોમાં ફરો, વૈભવી બંગલાઓમાં રહો કે લકઝૂરિયસ ફ્લેટોમાં રહો અને છેતરપિંડી કરી લોકોને રાતાપાણીએ નવડાવો.
આવા બિલ્ડરો ધ્વારા મોટી મોટી લોભામણી જાહેરાતોના હોર્ડીંગ્સો લગાવડાવી બ્રોકરોના માધ્યમથી બુકીંગ પેટે ૩૦%-૩૫% બુકીંગ એડવાન્સ લઈ ૨-૩ વર્ષ સુધી જગ્યા ઉપર કોઈ બાંધકામ થતાં નથી અને સમય પસાર કર્યા કરી ને ૧૦ થી ૧૨ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ પ્રોજેકટો પૂરા થતાં નથી. અને તેમને પઝેશન મળતું નથી કે બુકીંગ ના પૈસા પણ પાછા મળતા નથી. અને આમ કરી ફ્લેટ, દુકાનની જરૂરિયાતો વાળા પાસેથી નાણાં રોકડા લઈને ખુલ્લી છેતરપિંડી કરાય છે. કારણકે જરૂરિયાતવાળાઓ પાસેથી નાણાં લીધા પછી એમને બુકીંગ કરેલ દુકાન, ફ્લેટ નો કબજો આપવાની વાત તો દૂર રહી પરંતુ જરૂરિયાતમંદોને શાંતિથી જવાબ પણ આપવામાં આવતા નથી અને ખુલ્લી દાદાગીરી કરે છે અને કહે છે કે તમારાથી થાય તે કરી લો. એવી ખુલ્લી ધમકી આપે છે. માત્ર એક રૂપિયાની ડાયરી પર લખાણ કરેલ હોય તે લખાણના આધારે કંઈ કરી શકતા નથી. આવા બિલ્ડરોની ગણતરી પણ ગુન્હાખોરીની વ્યાખ્યામાં
થતી હોય છે. આવા બિલ્ડરો ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ. જે રીતે બિલ્ડરો પ્રોજેકટો ઉપર લોન લઈ બેન્કો ને વ્યાજ ચૂકવે છે એવી જ રીતે ૩૦%-૩૫% બુકીંગ કરનારા ઓને પણ વ્યાજ સહિત રકમ ચૂકવવી જોઈએ. પછી ભલે બિલ્ડરો પોતાની જાતને સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ માનતા હોય પરંતુ ગુન્હો એ ગુન્હો જ કહેવાય છે. અને એને ગુન્હેગાર કહેવો ખોટું નથી.
સુરત શહેરમાં પ્રાઇમ શોપર્સ બિલ્ડરો ધ્વારા થતી છેતરપિંડી અંગે દૈનિક ન્યુઝ લાઇન સીધા સમાચાર સુરતના તંત્રી છગનલાલ મેવાડા ધ્વારા તપાસ કરાવી સુમિત ગોયંકા મોટું કૌભાંડ કરી ભાગી જશે તેવી જાહેર જનતાના હિતમાં સમાચાર પ્રસિધ્ધ કરેલા હતા. જે સમાચાર છ મહિના બાદ સાચા પડેલા અને સુમિત ગોયંકા વિરુધ્ધમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ૮૦૦ કરોડના ફ્રોડ કરી ભાગી જવા અંગે ગુનો નોંધવામાં આવેલો. આ સુમિત ગોયંકા એ પોલીસ સાથેના મેળાપીપણામાં દિલ્હીથી પાપડ-ખાખરા વેચતા હોવાનું દેખાવો કરી પકડાઈ ગયેલા. અને હાલ સુરત શહેરમાં સ્થાયી થઈ ગયેલ છે. અને જેના પૈસા ગયા તેઓ આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.
પ્રાઇમ શોપર્સ વેસુ રોડ, સુરત ખાતે સુમિત ગોયંકા ભાડાની ઓફિસ રાખી વહીવટ કરતાં અને તેઓના સાથે ધંધો કરનારા, પ્રતિષ્ઠિત બિલ્ડરો, મોટા મોટા ખેડૂતો,નામચીન બ્રોકરો મોટા જમીનોના સોદા કરાવનાર બ્રોકરો ત્યાં દરરોજ કરોડો રૂપિયાની સોદાચિઠ્ઠી બનતી હતી જેમાં મોટા ભાગના બિલ્ડરો પણ લાઇનમાં બેસતા હતા. બિહારથી આવેલા આ સુમિત ગોયંકાએ ૮૦૦ કરોડનો કૌભાંડ આચરેલો.




