
ગુજરાતમાં ધોમધખતા ચૈત્રમાં અષાઢી માહોલ ભારે પવન અને વરસાદને કારણે કેરી સહિત ઉનાળુ પાકને નુકસાનની ભીતિ આ કેરી પાકે તે પહેલા જ ભારે પવન ફૂંકાતા નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે આંબા પર રહેલો મોર પણ ખરી પડ્યો હોવાનું સામે આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જાેવા મળ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર , ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. કરા સાથે વરસાદ થવાથી ખેતરોમાં તૈયાર થયેલો ઉભો પાક નાશ પામે તેવી સ્થિતિનું સર્જન થયું છે.હજુ ગત ચોમાસા બાદ થયેલા માવઠાના મારથી ખેડૂત માંડ ઉભો થયો છે. ત્યાં ફરીવાર મુસીબતનું માવઠું થયું છે.
રાજ્યમાં વરસાદ થવાને કારણે ખેતરોમાં ઉભો પાક બગડવાની ભીતિ સર્જાઈ છે. ઘઊં, ચણા, જીરૂં, લસણ સહિતનો પાક બગડવાની ભીતિ સર્જાઈ છે. ક્લેન્ઝી, મેથી સહિતના પાકોમાં નુકસાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ઉનાળાની સિઝન હોવાથી બગાયતી પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ છે. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. આ કેરી પાકે તે પહેલા જ ભારે પવન ફૂંકાતા નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. આંબા પર રહેલો મોર પણ ખરી પડ્યો હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા ત્રણેક દિવસથી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતી હતી. ખેડૂતોને તેમનો તૈયાર થયેલો પાક ઢાંકીને રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવા માટે પણ સલાહ આપવામાં આવી હતી. હવે માવઠાને કારણે માર્કેટ યાર્ડમાં રહેલા પાકને પણ નુકસાન થાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ઉનાળું પાક અને ખાસ કરીને કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ છાપરાં ઉડ્યા છે તો ક્યાંક મોબાઈલ ટાવર પણ ભારે પવનને કારણે ધરાશાયી થયાં છે. આજે થયેલા માવઠાને કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.




