
ટોંગા ટાપુઓ પાસે સમુદ્રી મોજા ઉછળ્યા.દક્ષિણ પેસિફિકમાં ૭.૬ની તીવ્રતાના ભૂકંપના જાેરદાર આંચકા.ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં હોવાથી તટીય વિસ્તારોમાં દરિયાઈ મોજાઓની ગતિમાં ફેરફાર જાેવા મળ્યો હતો.દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગા ટાપુઓ પર કુદરતનો કહેર જાેવા મળ્યો છે. મંગળવારે વહેલી સવારે આ પ્રદેશમાં ૭.૬ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. આ કુદરતી આપત્તિને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા હતા.યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓના અહેવાલો અનુસાર, આ આંચકો સ્થાનિક સમય મુજબ સવારે ૪:૩૭ વાગ્યે અનુભવાયો હતો. જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે જ પૃથ્વીના પેટાળમાં થયેલી હલચલને કારણે સમગ્ર ટાપુઓ ધ્રૂજી ઉઠ્યા હતા. મીડિયાના અહેવાલ મુજબ, આ આંચકાની તીવ્રતા એટલી વધુ હતી કે તેની અસર આસપાસના અનેક કિમી સુધી વર્તાઈ હતી.
ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોંગાના વાવા‘ઉ ટાપુઓ (Vava’u Islands) માં આવેલા નેઆ યાફાઉ શહેરથી આશરે ૧૫૩ કિમી પશ્ચિમમાં સમુદ્રના તળિયે હતું. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં હોવાથી તટીય વિસ્તારોમાં દરિયાઈ મોજાઓની ગતિમાં ફેરફાર જાેવા મળ્યો હતો અને પાણીના સ્તરમાં અચાનક ઉછાળો આવ્યો હતો..૬ ની તીવ્રતાનો ભૂકંપ અત્યંત જાેખમી ગણાય છે. આવા કિસ્સામાં ઘણીવાર સુનામીની શક્યતા રહેતી હોય છે, જેના કારણે સ્થાનિક સત્તાધિશો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ટોંગા એ ‘રિંગ ઓફ ફાયર‘ પર આવેલું હોવાથી અહીં વારંવાર જ્વાળામુખી અને ભૂકંપ જેવી પ્રવૃત્તિઓ થતી રહે છે, પરંતુ આટલી ઉચ્ચ તીવ્રતાના આંચકાએ સ્થાનિક પ્રશાસન અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને ચિંતામાં મૂકી દીધા છે. અત્યાર સુધી જાનહાનિના કોઈ મોટા સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.




