
ઈઝરાયલને રાહત સામગ્રીનો પુરવઠો નહીં રોકવા અપીલ ભારત સહિત ૫૧ દેશો ગાઝાની મદદે આવ્યા શિયાળાની શરૂઆત વચ્ચે માનવતાવાદી સંકટ ઘેરું બન્યું ગાઝામાં વધતી માનવતાવાદી મુશ્કેલીઓ વચ્ચે ભારત સહિત સંયુક્ત રાષ્ટ્રના ૫૧ દેશો ગાઝાના નાગરિકોની મદદે આવ્યા છે. આ તમામ દેશોએ ઈઝરાયલને ગાઝામાં રાહત સામગ્રીનો પુરવઠો કોઈપણ સંજાેગોમાં અટકાવવામાં ન આવે તેવી અપીલ કરી છે. ખાસ કરીને શિયાળાની શરૂઆતને ધ્યાનમાં રાખીને ખોરાક, પીવાનું પાણી, ઈંધણ, દવાઓ અને આશ્રય માટેની જરૂરી સામગ્રી સતત પહોંચાડવા ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે જાેર્ડન, કતાર અને બ્રિટનની આગેવાની હેઠળની આ પહેલને સમર્થન આપ્યું છે. ગુરુવારે યોજાયેલી મીડિયા બ્રીફિંગમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં ડેપ્યુટી પરમાનન્ટ રિપ્રેઝન્ટેટિવ અને રાજદૂત યોજના પટેલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતના સંયુક્ત રાષ્ટ્ર મિશને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત સાથે ગાઝાના સામાન્ય નાગરિકો સુધી સુરક્ષિત અને સતત માનવીય સહાય પહોંચાડવી અત્યંત જરૂરી છે. આ દરમિયાન મહિલાઓ અને બાળકોની જરૂરિયાતો તથા તેમની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બ્રિટનનાં સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ સારા મેકઈન્ટોશે તમામ ૫૧ દેશો વતી સંયુક્ત નિવેદન રજૂ કર્યું હતું. તેમાં ઈઝરાયલની નવી સરકારને ગાઝામાં ઝડપથી માનવીય સહાય પહોંચે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈજિપ્ત અને જાેર્ડન મારફતે રાહત સામગ્રી પહોંચાડવાના માર્ગો ખુલ્લા રાખવા પણ ભાર મૂકાયો હતો. ગાઝાના નાગરિકો માટે આશ્રય, ઈંધણ, પાણી, સ્વચ્છતા સંબંધિત સામગ્રી અને આરોગ્ય સેવાઓ માટે જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો વધારવાની માગ કરવામાં આવી હતી.૫૧ દેશોએ ગાઝામાં સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા ગંભીર દર્દીઓને પૂર્વ યરુશાલેમ અને વેસ્ટ બેંકની હોસ્પિટલોમાં લઈ જવાની તબીબી વ્યવસ્થા ફરી શરૂ કરવાની માગ કરી છે. સાથે જ હોસ્પિટલ, આરોગ્યકર્મીઓ અને મેડિકલ વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ અપીલ કરવામાં આવી છે. આરોગ્યકર્મીઓ અને રાહત કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓ પર થયેલા હુમલાઓની પારદર્શક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠાવવામાં આવી છે. ભારત સહિતના ૫૧ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે ગાઝાના નાગરિકોને માત્ર તાત્કાલિક રાહત આપવી પૂરતી નથી, પરંતુ તેમની સુરક્ષા અને જીવનધોરણ સુધારવા લાંબા ગાળાના પ્રયાસો પણ જરૂરી છે. શિયાળાની કઠિન પરિસ્થિતિમાં લોકોને આશ્રય, પીવાનું પાણી, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાઝામાં સ્થાયી શાંતિ અને સમગ્ર ક્ષેત્રમાં સ્થિરતા સ્થાપિત કરવા માટે રાજદ્વારી પ્રયાસો ફરી શરૂ કરવાની હાકલ કરવામાં આવી છે.




