
ડીસામાં જાહેરસભા સંબોધશે.વડાપ્રધાન મોદી ૩૧ માર્ચે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે.૩૧ માર્ચે મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગાંધીનગરમાં જૈન હેરિટેજ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧ માર્ચે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે જૈન વારસાને સમર્પિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ અને સાણંદમાં અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ મુલાકાત રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને આધ્યાત્મિક વારસાના સંગમ સમાન બની રહેશે, જે ગુજરાતને વૈશ્વિક ઓળખ આપશે.
ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧ માર્ચે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના ઔદ્યોગિક નકશાને બદલી નાખનાર સેમિકન્ડક્ટર પ્લાન્ટથી લઈને આધ્યાત્મિક વારસાને જાળવતા આધુનિક મ્યુઝિયમ સુધીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. આ પ્રવાસ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિકાસને નવી ગતિ આપશે. પીએમ મોદીના પ્રવાસની શરૂઆત સવારે ૯:૪૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે થશે. ત્યાંથી તેઓ સીધા ગાંધીનગરના કોબા તીર્થ પહોંચશે. અહીં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમ જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમણે પોતાના જીવનકાળમાં ૨.૫ લાખ કિલોમીટરનો પદવિહાર કરીને એક અનોખો ઈતિહાસ રચ્યો છે, તેમના હસ્તપ્રત ગ્રંથો, વિગ્નપ્તિ પત્રો અને જૈન કલાના દુર્લભ સંગ્રહને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
બાદમાં બપોરે ૧૨:૩૦ કલાકે વડાપ્રધાન સાણંદ ખાતે દ્ભટ્ઠઅહીજ જીીદ્બૈર્ષ્ઠહ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે આ પ્લાન્ટ ભારતની આર્ત્મનિભરતા માટે માઈલસ્ટોન સાબિત થશે. ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે આ પ્રોજેક્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે, જે હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.
સાણંદ બાદ PM નરેન્દ્ર મોદી બપોરે ૪ વાગ્યે બનાસકાંઠાના ડીસા પહોંચશે. અહીં તેઓ નાણી ગામે આયોજિત વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના વિકાસ માટે અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે બાદ આ પ્રવાસનું સમાપન કરી પીએમ મોદી સાંજે ૫:૩૦ કલાકે ડીસાથી સીધા આસામ જવા રવાના થશે. આમ પ્રધાનમંત્રીનો વધુ એકવાર એક દિવસનો ગુજરાતનો પ્રવાસ નિર્ધારિત થયો છે.




