
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પશ્ચિમ બંગાળની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રોજે રોજ નીત નવા તાયફાઓ મતદાર યાદીને કારણે બહાર આવી રહ્યા છે. હાલમાં જ્યારે પશ્ચિમ બંગાળમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મતદારસુધારણા યાદી પછી પ્રસિધ્ધ થનારી ફાયનલ યાદીમાં બધી જ શંકાઓ દૂર થઈ જશે. પરંતુ એનાથી શંકાઓ દૂર થવાને બદલે પરિસ્થિતિ વધુ જટિલ બની છે.
પૂર્વ હાઇકોર્ટના ન્યાયધીશો, BLO, ડોક્ટરો, વકીલો અને પોલીસકર્મીઓના નામો મતદાર યાદીમાંથી ગાયબ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. જેઓ નિર્ણય હેઠળ હતા. જ્યારે પૂર્વ હાઇકોર્ટના ન્યાયાધીશનું નામ કાઢી નાંખવાની પ્રક્રિયા વિવાદ પછી પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું. શું આજ બાબત અન્ય કિસ્સાઓમાં સાચું છે? શું જેમના નામ કાઢી નાંખવામાં આવ્યા હતા તેઓને ટ્રિબ્યુનલમાં સુનાવણી મળી રહી છે? જો હજુ સુધી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી નથી તો શું લાખો લોકો મતદાર યાદી અને મતદાનના અધિકારથી વંચિત નહીં રહે? જ્યારે રાજયમાં નિર્ણય હેઠળ રહેલા મતદારોના નામ વ્યાપક રીતે કાઢી નાંખવાને કારણે આ પ્રશ્નો ઊભા
થઈ રહ્યા છે. રાજયમાં કુલ ૬૦ લાખથી વધુ કેસોની તપાસ ચાલી રહી છે. ૭૦૫ ન્યાયિક અધિકારીઓની ટીમે અત્યાર સુધીમાં ૩૭ લાખ કેસોનો નિર્ણય લીધો છે. બે પૂરક યાદીઓ બહાર પાડવામાં આવી છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલા નામો દૂર કરવામાં આવ્યા તે સ્પષ્ટ કર્યું નથી.
પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ્યભરમા ૧૫ લાખ થી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. રાજયમા તપાસ હેઠળના સૌથી વધુ કેસ મુર્શિદાબાદમા હતા જેમાં ૧૧ લાખ અને માલદામા ૮.૨૮ લાખ હતા. માલદા અને મુર્શિદાબાદ જિલ્લામા ડોકટરો, વકીલો,પોલીસ અધિકારીઓ, BSF કર્મચારીઓ, પ્રોફેસરો અને સામાન્ય ખેડૂતો અને મજૂરોના નામ પણ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
આ અંગે અસરગ્રસ્ત લોકો દાવો કરે છે કે તેઓ પેઢીઓથી અહીં રહે છે. પરંતુ પુરાવા આપવા છતાં તેમના નામો ઉમેરવામાં આવ્યા નથી. અહેવાલો અનુસાર ફાર્મસીસ્ટ ખૈરુલ આલમ કહે છે ” મારા બે ભાઈઓ અને એક બહેન ડોકટર છે. એક બાળ નિષ્ણાંત છે, એક સ્ત્રી રોગ નિષ્ણાંત છે અને એક ઈન્ટર્નશીપ કરી રહ્યો છે.” અમે અમારા ડોક્ટર નોંધણી પ્રમાણપત્રો, માધ્યમિક પ્રવેશ કાર્ડ, જન્મ પ્રમાણપત્રો અને ૨૦૦૨ ના લિંકેજ પ્રદાન કર્યા હતા. છતાં બે ડોકટરોના નામ કાઢી નાંખવામાં આવ્યા હતા. તેમની બહેન, ખાલિદા ખાતુન, મુર્શિદાબાદ મેડિકલ કોલેજમા સ્ત્રીરોગ નિષ્ણાંત કહે છે “ મે બધા દસ્તાવેજો પૂરા પાડયા હતા. હવે હું મતદાર નથી. કોઈ કારણ આપવામાં આવ્યું નથી. હું અને ટ્રિબ્યુનલમા પડકારીશ.” અમારા દાદા અને પરદાદા ૧૯૫૨ ની મતદાર યાદીમા હતા ત્યારે અત્યારે જ અમારા નામો કેમ કમી કરવામાં આવ્યા છે?
આવા બધા વણ ઉકલ્યા સવાલોના જવાબો ત્યારે જ મળશે જ્યારે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. અહી હજુ સુધી ટ્રિબ્યુનલની રચના જ કરવામાં આવી નથી. ત્યારે તેઓ કેવી રીતે અપીલ કરશે? “યે હે નયા ભારત કા નમૂના”




