
ભારતીય વાયુસેનાની વધશે તાકાત અમેરિકન માર્ક-૮૪ને ટક્કર આપશે ભારતના ૧૦૦૦ કિલોના સ્વદેશી બોમ્બ સંરક્ષણ મંત્રાલયે આ સ્વદેશી બોમ્બો માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે EOI જાહેર કરી દીધું છે ભારતીય સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે ૧૦૦૦ કિલોગ્રામ વજનના અત્યાધુનિક એરિયલ બોમ્બના નિર્માણ માટે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રે વિદેશી ર્નિભરતા ઘટાડવાનો અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને મજબૂત કરવાનો છે. આ બોમ્બ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે, જે ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોની સંહારક ક્ષમતામાં મોટો વધારો કરશે.
આ નવો સ્વદેશી બોમ્બ અમેરિકાના પ્રખ્યાત માર્ક-૮૪ (MK-84) બોમ્બની સમકક્ષ માનવામાં આવે છે.MK-84 તેની વિનાશક ક્ષમતા માટે જાણીતું છે, જેનો ઉપયોગ મોટા બંકરો અને મજબૂત સૈન્ય માળખાઓને તોડી પાડવા માટે થાય છે. તે ૯૦૭ કિલો વિસ્ફોટક લઈ જઈ શકે છે. તેનો મતલબ છે કે બોમ્બ દુશ્મનના મોટા-મોટા ટાર્ગેટને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ ૧૦૦૦ કિલોનો બોમ્બ પણ દુશ્મનના મોટા ટાર્ગેટ અને રણનીતિક ઠેકાણાઓને પલવારમાં નેસ્તનાબૂદ કરવાની શક્તિ ધરાવશે.
સંરક્ષણ મંત્રાલયે આ સ્વદેશી બોમ્બો માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે EOI જાહેર કરી દીધું છે. જે હેઠળ ૬૦૦ એવા ૧૦૦૦ કિલોના હવાઈ બોમ્બ બનાવવામાં આવશે અને ખરીદવામાં આવશે. તેની સાથે ટેલ યુનિટ એટલે પૂંછ વાળા ભાગ અને બીજા જરૂરી ઉપકરણ પણ સામેલ હશે.
આ સંપૂર્ણ પ્રોજેક્ટ બાય ઈન્ડિયન કેટેગરીમાં ચાલશે એટલે તમામ ભારતમાં જ બનશે. તેનાથી ભારતયી કંપનીઓ આગળ વધશે અને દેશની રક્ષા વ્યવસ્થા મજૂબત થશે.
આ નવી હવાઈ બોમ્બ ઓટોમેટિક ટુકડામાં વહેંચાઈને ફેલાઈ જશે. આ ઉચ્ચ કેલિબરના હથિયાર છે જે ખુબ જ ઝડપી વિસ્ફોટ પેદા કરે છે. દુશ્મનના ટાર્ગેટ પર સંપૂર્ણ પ્રભાવ પાડે છે. આ બોમ્બ રશિયન અને પશ્ચિમી બંને પ્રકારના વિમાનો પર લગાવાઈ શકશે જે ભારતીય વાયુ સેના પાસે છે.
અત્યાર સુધી ભારતીય વાયુ સેના આવા MK-84 ક્લાસના બોમ્બ વિદેશી કંપનીઓ પાસેથી ખરીદતી હતી. હવે સ્વદેશી બોમ્બ આવવાથી વાયુ સેનાને વધુ વિશ્વાસ થશે અને લોજિસ્ટિક્સ પણ સરળ થશે. આ બોમ્બ દુશ્મનના ઠેકાણાઓ, પુલો, રનવે અને ગોડાઉનોને એક ઝટકામાં નષ્ટ કરી શકે છે.
આ બોમ્બના આગમનથી સુખોઈ-૩૦ સ્દ્ભૈં જેવા ભારતના શક્તિશાળી ફાઇટર જેટ્સની તાકાત અનેકગણી વધી જશે. હાલમાં ભારત આવા ભારે બોમ્બ માટે અન્ય દેશો પર ર્નિભર રહેવું પડે છે, પરંતુ આ પ્રોજેક્ટ સફળ થતા ભારત આ ક્ષેત્રમાં પણ આર્ત્મનિભર બનશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ બોમ્બ માત્ર આર્થિક રીતે સસ્તો જ નહીં હોય, પરંતુ તે ભારતીય પરિસ્થિતિઓ અને વાયુસેનાની જરૂરિયાતો મુજબ વધુ સચોટ સાબિત થશે.




