
‘બોર્ડર ૨’ સફળતા પછી વરુણનું નામ વિવેક રંજન અગ્નિહોત્રીની ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મ માટે ચર્ચામાં ભૂષણ અને વરુણ મલ્ટી-ફિલ્મ ડીલ કરવા ઈચ્છે છે અને તેના અંગેના વધુ અપડેટ્સ આગામી મહિનાઓમાં મળવાની અપેક્ષા વરુણ ધવને ‘બોર્ડર ૨’ માં પોતાના અભિનયથી દેશભક્તિની સિનેમામાં છાપ છોડી છે. ત્યારથી, તેને યુદ્ધ અને આર્મી આધારીત ફિલ્મોનાં ક્ષેત્રમાં ઘણી ઓફર મળી રહી છે, પરંતુ તે આગળ શું પસંદ કરે છે તેમાં ખૂબ સાવચેત છે. ધર્મા પ્રોડક્શન્સ, મેડોક, સાજિદ નડિયાદવાલા અને ટિપ્સ જેવા તમામ તરફથી ઓફર આવી રહી છે – ત્યારે ચર્ચા છે કે વરુણ ધવન ‘ઓપરેશન સિંદૂર’ માટે વિવેક રંજન અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર સાથે ચર્ચામાં છે. સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “વરુણને ‘ઓપરેશન સિંદૂર’ ઓફર કરવામાં આવી છે, અને અભિનેતાએ મુખ્ય ભૂમિકા ભજવવામાં રસ દર્શાવ્યો છે. ભૂષણ કુમાર અને વિવેક રંજન અગ્નિહોત્રી ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકા લઈને વરુણ પાસે ગયા હતા અને થેણે વિષયમાં શરૂઆતથી જ રસ બતાવ્યો છે.
તે જલ્દી સંપૂર્ણ વાર્તા સાંભળશે અને પછી આ અંગે ર્નિણય લેશે.”સુત્રે વધુમાં જણાવ્યું કે વરુણે તાજેતરમાં પોતાની દીકરી લારા સાથે સમય પસાર કરવા માટે અભિનયમાંથી થોડો વિરામ લીધો હતો અને હવે તે ફરી ફિલ્મો સાઇન કરવા અને એક્શનમાં પરત આવવા તૈયાર છે. “તે ૨૨ મેના રોજ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે અને આ વર્ષે જુલાઈથી નવી ફિલ્મ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. તે હાલમાં તમામ લેખકો અને દિગ્દર્શકોને મળી રહ્યો છે, અને ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ ફાઇનલ કરશે.”વરુણ ‘બોર્ડર ૨’ પછી પ્રોડ્યુસર ભૂષણ કુમાર સાથે અનેક પ્રોજેક્ટ્સ માટે વાતચીત કરી રહ્યો છે અને તેમાંનો એક ‘ઓપરેશન સિંદૂર’ છે. ભૂષણ અને વરુણ મલ્ટી-ફિલ્મ ડીલ કરવા ઈચ્છે છે અને તેના અંગેના વધુ અપડેટ્સ આગામી મહિનાઓમાં મળવાની અપેક્ષા છે.




