
ગાયકવાડને મહાન સ્પિનરની સલાહ ચેન્નાઈની ઉપરાઉપરી સફળતાથી ઋતુરાજની ચિંતા ઘટશે: અશ્વિન ૨૦૨૬માં ઋતુરાજ ગાયકવાડ પાંચ મેચમાં માત્ર ૬૩ રન કરી શક્યો છે જેમાં તેનો સર્વાેચ્ચ સ્કોર ૨૮ રન રહ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હાલમાં રન નોંધાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને વર્તમાન આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેના બેટમાંથી ખાસ રન આવી રહ્યા નથી પરંતુ ભારતના સ્ટાર ઓફ-સ્પિનર અને એક સમયે ચેન્નાઈ માટે રમનારા રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે ટીમની તાજેતરની બે સતત સફળતા તેને કેપ્ટન તરીકે સ્થિર થવામાં મદદ કરશે. અશ્વિને બુધવારની મેચ બાદ ગાયકવાડને સલાહ આપી છે કે ઇનિંગ્સની શરૂઆતમાં તેણે પોતાની બેટિંગ શૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.
વર્તમાન આઇપીએલ અગાઉ પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦૨૬ની સિઝનની શરૂઆતમ સતત ત્રણ પરાજય સાથે કરી હતી. જાેકે, ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિજય મેળવીને ટીમે ટુર્નામેન્ટમાં જાેરદાર પુનરાગમન કર્યું છે.રવિચંદ્રન અશ્વિને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કેપ્ટન તરીકે બે વિજય મેળવવા એ ઋતુરાજ ગાયકવાડ માટે આ ટુર્નામેન્ટમાં સેટ થવા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. સાચું કહું તો જાે હું ડગઆઉટમાં હોત અથવા ગાયકવાડ હોત તો હું ખાસ ચિંતા કરતો ન હોત. આ ફોર્મેટ (ટી૨૦) એક એવી રમત છે જ્યાં તમારે સતત તમારો ઇરાદો અને તીવ્રતા દર્શાવવી પડે છે.”૨૦૨૬માં ઋતુરાજ ગાયકવાડ પાંચ મેચમાં માત્ર ૬૩ રન કરી શક્યો છે જેમાં તેનો સર્વાેચ્ચ સ્કોર ૨૮ રન રહ્યો છે. તેના નબળા ફોર્મને કારણે એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે યુવાન ખેલાડી આયુષ મ્હાત્રે અને સંજુ સેમસને ઓપનિંગ કરવું જાેઈએ અને ગાયકવાડે ત્રીજા ક્રમે બેટિંગમાં આવવું જાેઈએ. આ અંગે અશ્વિને અવલોકન કર્યું કે આયુષ મ્હાત્રે અને સંજુ સેમસન સીધા બેટથી રમીને સફળ થયા છે.




