
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે અવલોકન કર્યું કે જો મંદિરો અને “મઠ” કોઈ ધર્મમાં સંપ્રદાય અને અલગ સંપ્રદાયોના આધારે પ્રવેશ પર પ્રતિબંધ મૂકે તો હિન્દુ ધર્મ પર પ્રતિકૂળ અસર પડશે અને સમાજ વિભાજિત થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ સી.એમ. વૈધનાથનની રજૂઆતનો જવાબ આપતા આ મૌખિક અવલોકનો કર્યા હતા કે બંધારણની કલમ ૨૬ (બી) ધાર્મિક સંપ્રદાયને તેના પોતાના કામકાજનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. અને કલમ ૨૫(૨)(બી) પર પ્રાધાન્યતા ધરાવશે. જે રાજયને જાહેર પ્રકૃતિની તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખોલવાની સત્તા આપે છે.
કેરળ ના ઐતિહાસિક સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પાના ભક્તો વતી વૈધનાથન કોર્ટમાં હાજર રહ્યા હતા. ન્યાયાધીશ બી.વી. નાગરત્ન, એમ.એમ. સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ,પ્રસન્ના બી. વરાલે, આર. મહાદેવન અને જોયમલ્યા બાગચીનો સમાવેશ કરતી બેન્ચ સબરીમાલા મંદિર સહિત ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથેના ભેદભાવ અને બહુવિધ ધર્મો ધ્વારા પાળવામાં આવતી ધાર્મિક સ્વતંત્રતાના કાર્યક્ષેત્ર અને અવકાશ સંબંધીત અરજીઓની સુનાવણી કરી રહી છે.
જસ્ટિસ નાગરત્ને કહ્યું કે, રાજય કલમ ૨૫(૨)(બી) હેઠળ સમાજના તમામ વર્ગોને મંદિરોમાં પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે દખલ કરી શકે છે. જસ્ટિસ કુમારે વૈધનાથનને એમ પણ કહ્યું કે તેથી જ અમે કહ્યું હતું કે દલીલને ખૂબ ઊંચી ન કરો. તેમના દલીલનો ઉલ્લેખ કરતાં કે કલમ ૨૬(બી) કલમ ૨૫(૨)(બી) ને રદ કરે છે. આમ અન્ય લોકોને બાકાત રાખવામા આવશે તો તે હિન્દુ ધર્મ માટે સારું નથી. ધર્મ પર પ્રતિકૂળ અસર ન થવા દો. તે સંપ્રદાય માટે પ્રતિકૂળ રહેશે. ધર્મ માટે અનુકૂળ જ રહેવા દો.



