
ડોક્ટરોની બેદરકારીના કિસ્સામાં સુપ્રીમનો લાલબત્તી સમાન ચુકાદો.તબીબી બેદરકારી કરનાર ડોક્ટરના મૃત્યુ બાદ તેના વારસદારો પર કેસ થઇ શકે.સુપ્રીમ કોર્ટે આ મામલાને અપવાદરૂપ કેસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દાને ઉકેલવા તેને જૂની કાયદાકીય જાેગવાઈઓમાંથી બહાર કાઢવાની જરૂર.એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે તબીબી બેદરકારી કે નિષ્કાળજી દાખવનારા ડોક્ટરના મૃત્યુ બાદ તેના કાનૂની વારસદારો સામે પણ કેસ કરી શકાય. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના વ્યાપક પરિણામો આવી શકે છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે કાયદા હેઠળ, કોઈપણ તબીબી બેદરકારીના કેસનો સામનો કરી રહેલા ડોક્ટરના કાનૂની વારસદાર સામે ડોક્ટરના મૃત્યુ પછી કાર્યવાહી કરી શકાય.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. ચાંદુરકરની બેન્ચે ત્રણ દાયકાથી વધુ જૂના કેસમાં કાયદાની સ્પષ્ટતા કરી આપતો ચુકાદો આપ્યો છે. જે મામલે એક ડોક્ટર કે જેનું જેનું મૃત્યુ થઇ ગયું છે. તેણે ફરિયાદીની પત્ની (જે પણ હવે મૃત છે)નું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન બાદ તેણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને અપવાદરૂપ કેસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દાને ઉકેલવા તેને જૂની કાયદાકીય જાેગવાઈઓમાંથી બહાર કાઢવાની જરૂર છે. એમ પણ કહ્યું હતું કે આ જાેગવાઇ ફક્ત વર્તમાન કાયદાના અર્થઘટન અંગેના પ્રશ્નનો જવાબ આપી રહી છે. પરંતુ શું વર્તમાન કાયદાની નીતિ સાચી છે કે તેમાં ફેરફાર આવશ્યક છે તેની સ્પષ્ટતા કરતી નથી.ખંડપીઠે CPC ના ઓર્ડર XXII ના નિયમ ચારના સંદર્ભમાં કહ્યું કે, વ્યક્તિએ સમજવું અને જાેવું પડશે કે આવા કથિત તબીબી રીતે બેદરકાર ડૉક્ટર સામે દાવો કરવાનો અધિકાર તેમના મૃત્યુ પછી જીવિત રહે છે કે નહીં. કોર્ટે નોંધ્યું છે કે દાવો કરવાનો અધિકારનો અર્થ કાનૂની કાર્યવાહી દ્વારા રાહત મેળવવાનો અધિકાર છે. આવી કાર્યવાહી, સામાન્ય અર્થમાં, પ્રતિવાદી સામે સ્થાપિત કરવામાં આવે છે. જેમની પાસે બચાવ કરવાનો ઉપયુક્ત અધિકાર છે. જે દાવેદારના કેસ ચલાવવાના અધિકારથી વિપરીત છે.



