
ઇંસાનિયમ ફિલ્મ ૧૯૯૪મા રિલીઝ થઈ હતી સની દેઓલ-અમિતાભ બચ્ચને માત્ર એક ફિલ્મ સાથે કરી છે કહેવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન અમિતાભ અને સની વચ્ચે ઘણી ગેરસમજણ થઈ ગઈ હતી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર સની દેઓલ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા કલાકારોમાંથી એક છે. બંને દાયકાઓથી મનોરંજન કરી રહ્યાં છે. બંને દિગ્ગજાેએ એકથી વધુ એક ફિલ્મો કરી છે. પરંતુ બંનેએ અત્યાર સુધી માત્ર એક ફિલ્મ સાથે કરી છે. જે આજથી ૩૨ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.
સની દેઓલે બોલીવુડમાં પર્દાપણ વર્ષ ૧૯૮૩મા કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મ બેતાબ હતી, જે હિટ સાબિત થઈ હતી. તો બચ્ચને એક્ટિંગ કરિયરની શરૂઆત ૧૯૬૯મા કરી હતી. બંનેએ ૧૯૯૪મા સાથે કામ કર્યું હતું. લાંબા કરિયર દરમિયાન બંનેએ માત્ર એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ત્યારબાદ ક્યારેય સાથે સ્ક્રીન શેર કરી નથી.
સની દેઓલ અને અમિતાભે માત્ર એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જેનું નામ ઇંસાનિયમ છે. આ ફિલ્મ ૧૯૯૪મા રિલીઝ થઈ હતી. જેમાં અમિતાભે ઈન્સ્પેક્ટર અમર પાલ સિંહની ભૂમિકા ભજવી હતી. સની દેઓલે કરીમ લાલા અને ચંકી પાંડેએ હરિહરનનું પાત્ર ભજવ્યું હતું. કહેવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન અમિતાભ અને સની વચ્ચે ઘણી ગેરસમજણ થઈ ગઈ હતી. એક તરફ અમિતાભ સનીને પોતાનો કોમ્પીટિટર માનવા લાગ્યા હતા.
આઈએમડીબીના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ બાદ અમિતાભ બચ્ચન સનીને પોતાનો હરીફ માનવા લાગ્યા હતા. સનીના કામને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું હતું અને તેમનું પરફોર્મંસ દમદાર લાગી રહ્યું હતું. આ કારણે બિગ બીને લાગ્યું કે તે તેનાથી સારૂ કામ કરી રહ્યો છે. તો સનીને લાગ્યું કે બોલીવુડમાં સુપરસ્ટારની વધુ ડિમાન્ડ રહે છે અને નવા કલાકારો સાથે અન્યાય થાય છે.



