
ચોતરફી ઘેરવાની તૈયારી ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, ૨૪ કલાકમાં લીધા ૪ મોટા ર્નિણય ઈરાની બંદરો પર અમેરિકાએ જે નાકાબંધી કરી છે તેને ત્રણ ગણી મજબૂત કરવાનો આદેશ અપાયો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું વર્ચસ્વ જમાવવા અને ઈરાનને આર્થિક તેમજ સૈન્ય રીતે ઘેરવા માટે ચાર મોટા ર્નિણયો લીધા છે. દુનિયાનો અંદાજે ૨૦ ટકા ઓઇલ સપ્લાય આ માર્ગ પરથી થાય છે, જેના પર નિયંત્રણ મેળવીને ટ્રમ્પ ઈરાન પર દબાણ વધારી રહ્યા છે. ટ્રમ્પનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ઈરાન સાથે સંપૂર્ણ સમજૂતી ન થાય ત્યાં સુધી આ દબાણ ચાલુ રહેશે.
ટ્રમ્પના ચાર મોટા અને આક્રમક પગલાં
૧. માઈન્સ સાફ કરવાનું અભિયાન તેજ : ઈરાને આ દરિયાઈ માર્ગ પર જે માઈન્સ પાથરી હતી, તેને સાફ કરવા માટે ટ્રમ્પે અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે. હાલ અમેરિકન જહાજાે ત્રણ ગણી ઝડપે આ માઈન્સ હટાવવાની કામગીરી કરી રહ્યા છે, જેથી આ રસ્તો અમેરિકાની શરતો પર ફરીથી ખુલ્લો કરી શકાય.
૨. શૂટ એન્ડ કિલનો આદેશ : ટ્રમ્પે અમેરિકન સેનાને અત્યંત કડક સૂચના આપી છે કે જાે કોઈ પણ ઈરાની બોટ હોર્મુઝમાં માઈન્સ પાથરતી જાેવા મળે, તો તેને કોઈ પણ ખચકાટ વગર ગોળી મારીને નષ્ટ કરી દેવી. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા અગાઉ જહાજાે પર કરવામાં આવેલા હુમલા બાદ આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે.
૩. નૌસેનાની નાકાબંધી મજબૂત કરી : ઈરાની બંદરો પર અમેરિકાએ જે નાકાબંધી કરી છે તેને ત્રણ ગણી મજબૂત કરવાનો આદેશ અપાયો છે. વધુ અમેરિકન યુદ્ધ જહાજાે તહેનાત કરીને ઈરાનની ઓઇલ નિકાસ લગભગ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે ઈરાનને રોજના કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.
૪. ઓઇલ ઉત્પાદન અટકાવવાની તૈયારી : બ્લોકેડની સાથે હવે અમેરિકા ઈરાનની ઓઇલ ઉત્પાદન ક્ષમતા પર પણ દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પનો લક્ષ્યાંક ઈરાનને ઓઇલ વેચીને કમાણી કરવાના તમામ રસ્તાઓ બંધ કરવાનો છે, જેથી આર્થિક રીતે નબળું પડીને ઈરાન સમજૂતી માટે મજબૂર થાય.
આ ચાર પગલાં દર્શાવે છે કે ટ્રમ્પ હવે ઈરાન સામે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. એક તરફ ઈરાન આ બ્લોકેડને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ ઈરાન સમજૂતીની શરતો માને તેવો આગ્રહ રાખી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા આ તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે, જેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષ આગામી દિવસોમાં વધુ ગંભીર વળાંક લઈ શકે છે.



