
હુમલો દેશભરમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓનો એક ભાગ હતો માલીમાં આતંકવાદી હુમલો : સંરક્ષણ મંત્રી સાડિયો અને પરિવારનો સફાયો ગંભીર સ્થિતિને જાેતા, માલીમાં સ્થિત ભારતીય દૂતાવાસે પણ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
પશ્ચિમ આળિકાના માલી દેશના સંરક્ષણ મંત્રી અને તેમના પરિવારની હત્યા કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રી સાદિયો કામારાના નિવાસસ્થાન પર ‘આતંકવાદી હુમલો’ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કામારા, તેમના પત્ની અને તેમના બે પૌત્ર-પૌત્રીના મોત થયા છે. શનિવારે રાજધાની બામાકોની બહાર સ્થિત અને જૂંટા (લશ્કરી શાસન)નો ગઢ ગણાતા કિતા વિસ્તારમાં કામારાના ઘર પર આત્મઘાતીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. રવિવારે કામારાના પરિવાર અને એક અધિકારીએ આ હુમલા અંગેની માહિતી આપી છે.માલીના સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાન પરનો હુમલો – અઝાવાદ લિબરેશન ફ્રન્ટ ગઠબંધનના તુઆરેગ વિદ્રોહીઓ અને ‘ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઈસ્લામ એન્ડ મુસ્લિમો’ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે માલીના અનેક વિસ્તારોમાં આ આતંકી જૂથો અને સેના વચ્ચેની લડાઈ અત્યંત ભીષણ બની ગઈ છે. ખાસ કરીને બામાકો નજીક આવેલા કિતા, કિદાલ, ગાઓ અને સેવેરેમાં સૌથી વધુ હિંસા જાેવા મળી રહી છે.આ હુમલો દેશભરમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓનો એક ભાગ હતો. માલીની સેનાએ જણાવ્યું કે આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સંરક્ષણ વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો અને ભયનો માહોલ ઉભો કરવાનો હતો. સરકારે અત્યાર સુધી મંત્રીના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સમગ્ર દેશમાં હાઈ-એલર્ટ જાહેર કરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ ગંભીર સ્થિતિને જાેતા, માલીમાં સ્થિત ભારતીય દૂતાવાસે પણ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીયો લોકોને ઘરમાં રહેવા, અત્યંત સાવચેત રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. સેના હાલમાં વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.



