
FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે.એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં અગાઉ જેટ ફ્યુઅલનો હિસ્સો ૩૦% થી ૪૦% રહેતો હતો, જે હવે વધીને ૫૫% થી ૬૦% સુધી પહોંચી ગયો છ.અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે ભારતીય આકાશ પર જાેવા મળી રહી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ દેશની એરલાઇન કંપનીઓની કમર તોડી નાખી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ(FIA) એ સરકારને ગંભીર ચેતવણી આપી છે કે જાે તત્કાળ નાણાકીય સહાય કે રાહત આપવામાં નહીં આવે, તો ઘણી કંપનીઓએ પોતાની કામગીરી કાયમી ધોરણે બંધ કરવી પડશે.FIA ના જણાવ્યા અનુસાર, એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં અગાઉ જેટ ફ્યુઅલનો હિસ્સો ૩૦% થી ૪૦% રહેતો હતો, જે હવે વધીને ૫૫% થી ૬૦% સુધી પહોંચી ગયો છે. ઈંધણના ભાવ એટલી હદે અનિશ્ચિત બન્યા છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરવી હવે આર્થિક રીતે અવ્યવહારિક બની ગઈ છે. ખાસ કરીને વિદેશી રૂટ પર ઈંધણના ભાવમાં પ્રતિ લિટર ૭૩ થી ૭૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે.



