
સિંગર ભરતનાટ્યમ શીખી રહી હોવાનો વીડિયો વાયરલ થયો.સિંગર રિહાન્નાએ ભરતનાટ્યમ| નૃત્ય કરી પ્રશંસકોને ખુશ કરી દીધાં.એક ઇન્ફ્લુએન્સરે તાજેતરમાં એક રીલ શેર કરી હતી, જેમાં જાેઇ શકાય છે કે તે રિહાન્નાને ભરતનાટ્યમ શીખવાડી રહી છે.ગ્લોબલ આઈકોન રિહાન્ના ભારત આવેલી છે. સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થતા રહે છે. લોકો તે વીડિયોઓને જાેઈને રિહાન્ના પર પ્રેમ વરસાવતા રહે છે. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રિહાન્ના ભરતનાટયમ કરતી જાેવા મળે છે. એક ઇન્ફ્લુએન્સરે તાજેતરમાં એક રીલ શેર કરી હતી, જેમાં જાેઇ શકાય છે કે તે રિહાન્નાને ભરતનાટ્યમ શીખવાડી રહી છે. કિલપ ક્રિએટર રિહાન્નાને કેટલીક મુદ્રા શીખવાડી રહી | છે. તે સમજાવી રહી છે કે ભરતનાટયમનૃત્યમાં આંખોના માધ્યમથી અભિવ્યક્તિ કઇ રીતે આપવામાં આવે છે? વીડિયોમાં જાેઈ શકાય છે કે રિહાન્ના ઉત્સાહપૂર્વક બધું શીખવા પ્રયાસ કરી રહી છે. તે ધ્યાનથી સ્ટેપ્સ ફોલો કરે છે અને આંખ દ્વારા અભિવ્યક્ત કરવા પણ પ્રયાસ કરે છે. પ્રશંસકોને આ વીડિયો જાેઈને ખુબ મજા પડી ગઈ. વીડિયો જાેઈને યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘તમિલ સંસ્કૃતિ માટે આટલું બધું કરવા બદલ આભાર.’ એક યૂઝરે મજાકીયા અંદાજમાં લખ્યું કે, ‘જીટીએ-૬ પહેલાં અમે રિહાનાને ભરતનાટયમ કરતા જાેઇ લીધી.’



