
અમદાવાદ કુબેર નગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલા સામે ર્જીંય્ની કાર્યવાહી મોડાસાના કોલેજ રોડ પરથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ પોલીસ તપાસમાં બાંગ્લાદેશી મહિલા મોડાસા શહેરમાં વારંવાર આવતી હોવાનું બહાર આવ્યું અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેર નગરમાં વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી ઊંડાણપૂર્વક તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં બાંગ્લાદેશી મહિલા મોડાસા શહેના વારંવાર આવતી હોવાનું બહાર આવ્યું છે.જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ પી.બી. ચૌધરી અને ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથધરી પરપ્રાંતીય લોકોની તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કર્યા હતા. દરમિયાન એક બાંગ્લાદેશી મહિલા મોડાસા શહેરમાં અવર-જવર કરતી હોવાની અને મહિલા કોલેજ રોડ પર આવેલી એક હોટલ નજીક ઉભી હોવાની બાતમી મળતાં એસઓજીએ મહિલા ટીમ સાથે પહોંચી મહિલાની અટકાયત કરી એસઓજી ઓફિસ લઈ આવી સઘન પૂછપરછ કરી હતી. જેમાં મહિલા ભારતમાં ગેરકાયદે રીતે રહેતી હોવાનું જણાવ્યું હતું એસઓજીની ટીમે નુપુર નૂરમોહમ્મદ હવાલદાર (હાલ રહે. કુબેરનગર, નરોડા-અમદાવાદ, મૂળ રહે. બોગી બંદર ૯૩૩૦, બાગેરહાટ-બાંગ્લાદેશ) સામે કાર્યવાહી હાથધરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરાઈ છે.



