
‘સિટાડેલ’ એક સ્પાય થ્રિલર સિરીઝ છે પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ S2’ કોઈ પ્રમોશન કે હાઇપ વગર જ રિલીઝ થઈ ગઈ ૨૦૨૪માં સીઝન ૨ પ્રોડક્શનમાં ગઈ ત્યારે ‘ડાયાના’ અને ‘હની બની’ જેવા સ્પિન-ઓફ્સ રદ કરી દેવામાં આવ્યા પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન અભિનીત ‘સિટાડેલ’ સીઝન ૨ હાલમાં પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. આ જાેઈને પ્રાઇમ વીડિયોના ઘણા ગ્રાહકો અને પ્રિયંકાના ફૅન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે ‘સિટાડેલ’ લોન્ચ થઈ હતી, ત્યારે તેને દુનિયાનાં સૌથી મોટા શો તરીકે રજૂ કરવામાં આવી હતી. રૂસો બ્રધર્સનું બેકિંગ, પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન જેવા સ્ટાર્સ અને વિશ્વભરમાં યોજાયેલા પ્રીમિયર્સને કારણે આ સિરીઝ ભારે ચર્ચામાં રહી હતી. ત્યાર પછી એના અલગ અલગ દેશોના વર્ઝન બન્યા જેમકે, ઇન્ડિયામાં સિટાડેલ હની બની, તેને પણ મોટા પાયે લોંચ કરવામાં આવી હતી. સામાન્ય રીતે, કોઈને આટલી મોટી સિરીઝની નવી સીઝન વિશે ખબર ન હોય તો નવાઈ લાગે. પરંતુ અહીં ભૂલ દર્શકોની નથી. ‘સિટાડેલ’ સીઝન ૨ એટલી શાંતિથી આવી કે જાણે કોઈએ તેને ઇચ્છાપૂર્વક અવગણેલી હોય. કોઈ ખાસ પ્રમોશન નહીં, સ્ટાર કાસ્ટનાં ઇન્ટરવ્યૂ નહીં અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરફથી પણ ખાસ ઉત્સાહ નહીં. જાણે કોઈ અનિચ્છનીય વસ્તુને ચુપચાપ રસ્તા પર મૂકી દેવામાં આવી હોય એવી સ્થિતિ લાગે છે. ‘સિટાડેલ’ સીઝન ૨ની રિલીઝ ડેટ સ્ટ્રીમિંગ પહેલાં માત્ર બે અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવી હતી, સાથે એક ટ્રેલર પણ મુકાયું હતું. ત્યારબાદ એક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર થયું, જેને કાસ્ટે પણ રી-શેર કર્યું. પરંતુ બધું ખૂબ શાંત અને મર્યાદિત રહ્યું, કોઈ શોરબકોર કે પ્રમોશન વિના જ. ન તો કોઈ ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું, ન મીડિયા ઇન્ટરવ્યૂ, ન પ્રચાર અભિયાન. રૂસો બ્રધર્સે રિલીઝના એક દિવસ પહેલાં માત્ર “નો સ્પોઇલર પ્લીઝ” મેસેજ શેર કર્યાે અને વાત પૂરી થઈ ગઈ.તેની સામે, ૨૦૨૩માં જ્યારે પ્રથમ સીઝન આવી હતી ત્યારે મુંબઈ સહિત ચાર શહેરોમાં ભવ્ય પ્રીમિયર્સ યોજાયાં હતાં. લગભગ ૩૦૦ મિલિયન ડોલરનાં બજેટવાળી આ સિરીઝને ટેલિવિઝન ઈતિહાસની સૌથી મોંઘા પ્રોડક્શન્સમાંની એક માનવામાં આવી હતી. રિચર્ડ મેડન ભારત આવ્યા હતા અને તેમણે તથા પ્રિયંકા ચોપરાએ એશિયા, યુરોપ અને નોર્થ અમેરિકા સહિત અનેક મીડિયા ઇન્ટરવ્યુ આપ્યાં હતાં. સ્પિન-ઓફ્સની જાહેરાતો પણ થઈ હતી અને મહિનાઓ સુધી ‘સિટાડેલ’ ચર્ચામાં રહી હતી.પરંતુ ચિંતા જ્યારે પ્રથમ સીઝનને મિશ્ર પ્રતિસાદ મળ્યો ત્યારે શરૂ થઈ. શોની ગતિ અને લેખનને લઈને ટીકા થઈ અને કેટલાંક ઓનલાઇન પ્લેટફર્મ પર તેને માત્ર ૫૨% રેટિંગ મળ્યું હતું.પ્રથમ સીઝન દરમિયાન મોટા પાયે રી-શૂટ્સ કરાયાં હતાં. મૂળ શોરનર્સ જાેશ એપલબાઉમ અને આન્દ્રે નેમેક વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે વચ્ચે જ પ્રોજેક્ટ છોડીને ગયાં હતાં. પ્રિયંકા ચોપરાએ સીઝન ૨ માટે મોટા રી-શૂટ્સનાં અહેવાલોને નકારી કાઢ્યા હતા, પરંતુ રિપોર્ટ્સ અનુસાર બીજી સીઝનનું ડેવલપમેન્ટ પણ મુશ્કેલીઓભર્યું રહ્યું હતું.૨૦૨૪માં સીઝન ૨ પ્રોડક્શનમાં ગઈ ત્યારે ‘ડાયાના’ અને ‘હની બની’ જેવા સ્પિન-ઓફ્સ રદ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ પ્રાઈમ વિડિયોએ શોના પ્રમોશન માટે ખૂબ મર્યાદિત અભિગમ અપનાવ્યો હતો. હની બનીને પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો અને તેની બીજી સીઝન પણ રાજ અને ડિકે કરશે કે નહીં તે અંગે પ્રશ્નો છે. ‘સિટાડેલ’ એક સ્પાય થ્રિલર સિરીઝ છે જેમાં રિચર્ડ મેડન અને પ્રિયંકા ચોપરા ગુપ્ત એજન્ટ્સની ભૂમિકામાં છે. વિરોધી એજન્સીના હુમલા બાદ તેમની યાદશક્તિ ખોવાઈ જાય છે અને પછી તેઓ પોતાની ઓળખ પાછી મેળવવા અને દુશ્મનો સામે લડવા માટે ફરી એક થાય છે.



