
હાઈકોર્ટે વેચાણ સામેનો દાવો ફગાવી દીધો.ચેન્નઈમાં શ્રીદેવીની પ્રોપર્ટીના કેસમાં કપૂર પરિવારની જીત.શ્રીદેવીએ જેમની પાસેથી આ જમીન ખરીદી હતી તેમના વારસોએ આ સોદાને પડકારતો કેસ દાયકાઓ બાદ કર્યાે હતો.
શ્રીદેવીએ ચેન્નઈમાં ૧૯૮૮માં ખરીદેલી એક પ્રોપર્ટી બાબતે થયેલા દાવામાં બોની કપૂર તથા જાહ્નવી તથા ખુશીનો વિજય થયો છે. આ જમીનના વેચાણને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. શ્રીદેવીએ જેમની પાસેથી આ જમીન ખરીદી હતી તેમના વારસોએ આ સોદાને પડકારતો કેસ દાયકાઓ બાદ કર્યાે હતો. તેમણે દાવો કર્યાે હતો કે આ જમીન વેચવાનો જે તે સમયે કાયદેસરનો અધિકાર નહીં ધરાવતી વ્યક્તિએ આ સોદો કર્યાે હતો અને તેથી આ વેચાણખત જ ગેરકાયદેસર છે. ચેંગપટ્ટુની કોર્ટે આ દાવાને સ્વીકારી તેના પર કામ ચલાવવા ર્નિણય કર્યાે હતો. જાેકે, હવે હાઈકોર્ટે નીચલી કોર્ટનના ઓર્ડરને ફગાવી દીધો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે મૂળ વેચાણ ખતના દાયકાઓ બાદ આ કેસ થયો છે જે એડમિટ કરી શકાય નહીં. શ્રીદેવીએ ઈસ્ટ કોસ્ટ રોડ પર આવેલી ૨.૭ એકર જમીનની ખરીદી કરી હતી. તેણે જેની પાસેથી જમીન ખરીદી હતી તેમના પરિવારમાં સંપત્તિ બાબતે વિવાદના લીધે આ કેસ થયો હતો.



