
વર્ષ ૨૦૨૨થી અમેરિકી નાગરિકત્વ ધરાવતો હોવાનો દાવો પંજાબી ગાયક દિલજીત દેસાંઝભારતીય નાગરિક અમેરિકી નાગરિકત્વ લેતી વખતે તેમણે કેલિફોર્નિયા ખાતે આવેલા પોતાના પાંચ બેડરૂમ ધરાવતા બંગલાની સ્થાયી નિવાસ તરીકે નોંધણી કરાવી
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝવિષે ચોકાવનારો દાવો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલજીત ભારતીય નાગરિક નથી. તેઓ વર્ષ ૨૦૨૨માં બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારી ચુક્યા છે. આ સ્પષ્ટતા થયા પછી પંજાબના રાજકારણમાં તેમના પ્રવેશને મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ પર પુર્ણવિરામ લાગવા જઈ રહ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલજીતે ચાર વર્ષ પહેલાં અર્થાત વર્ષ ૨૦૨૨માં અમેરિકી નાગરિકત્વ હાંસલ કરી લીધું છે. ત્યારથી તેઓ અમેરિકી પાસપોર્ટ પર જ ટ્રાવેલ કરે છે. અહેવાલમાં દાવા થઇ રહ્યા છે કે વર્ષ ૨૦૨૨થી દિલજીત ઈ-વીઝા પર ભારતની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ઓવરસીઝા સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ પણ નથી ધરાવતા. કહેવાય છે કે અમેરિકી નાગરિકત્વ લેતી વખતે તેમણે કેલિફોર્નિયા ખાતે આવેલા પોતાના પાંચ બેડરૂમ ધરાવતા બંગલાની સ્થાયી નિવાસ તરીકે નોંધણી કરાવી છે. ભારતમાં છેલ્લે તેમનો પાસપોર્ટ ૨૦૧૮માં મુંબઇથી જારી થયો હતો. તે પહેલાં ઝામ્બિયાથી પણ તેમનો પાસપોર્ટ જારી થયો હતો તેવા અહેવાલ છે.



