
ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ હશે ઉદય-મજનૂની જાેડી ફરીવાર એકસાથે જાેવા મળશે ‘વેલકમ’નાં પ્રૉડ્યૂસર ફિરોઝ નાડિયાદવાલા એક જાેમ્બી કોમેડી ફિલ્મ બનાવી રહ્યાં છે. જેને અહમદ ખાન ડિરેક્ટ કરશે ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીની ૨ ફિલ્મમાં ઉદય અને મજનૂનાં રોલમાં નાના પાટેકર અને અનિલ કપૂરની જાેડીએ ઘણી પ્રશંસા મેળવી હતી. તેમની ભૂમિકા આદર્શ રહી હતી. જાેકે- વેલકમ-૩માં તેમની જાેડી જાેવા મળી નહોતી. ફિલ્મમાં દર્શકોએ આ બંનેની જાેડીને ઘણી મીસ કરી હતી. જાેકે, હવે મેકર્સે નાના પાટેકર અને અનિલ કપૂરને એકસાથે નવી ફિલ્મમાં સામેલ કરવાની યોજના બનાવી છે. જેમાં મૉર્ડન સમયમાં ઉદય અને મજનૂ જાેવા મળશે.નવી ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂરની સાથે ટાઈગર શ્રોફ પણ જાેવા મળશે. ‘વેલકમ’નાં પ્રૉડ્યૂસર ફિરોઝ નાડિયાદવાલા એક જાેમ્બી કોમેડી ફિલ્મ બનાવી રહ્યાં છે. જેને અહમદ ખાન ડિરેક્ટ કરશે. આ ફિલ્મ માટે નાના પાટેકર અને અનિલ કપૂરને અપ્રોચ કરાયો છે. તેમના કેરેકટર અગાઉ કરતા ઘણાં અલગ જાેવા મળશે.આ ફિલ્મનું નામ હજુ સામે આવ્યું નથી. નાના અને અનિલ આ ફિલ્મ કરવા ઘણાં ઉત્સાહિત છે. ટાઈગર શ્રોફને પણ આ ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવ્યો છે અને તે મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ હાલ રાઈટિંગનાં તબક્કામાં છે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૭નાં પ્રારંભે ફિલ્મની શૂટિંગ શરૂ થશે અને તે અટક્યા વિના ચાલતી રહેશે અને પૂર્ણ કરાશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે પણ કોઈ ખુલાસો થયો નથી.




