
મુસાફરોના ધબકારા વધી ગયા સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ્ આ દુર્ઘટના સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં એવા સમયે સર્જાઈ જ્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી : જાનહાની ટળી
બિહારના રોહતાસ જિલ્લાના સાસારામ રેલવે સ્ટેશન પર ઉભેલી એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં એવા સમયે સર્જાઈ, જ્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને રેલવેના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
સાસારામ ઇઁહ્લ ઇન્સ્પેક્ટર સંજીવ કુમારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા કે જાનહાની થઈ નથી. સમયસર લેવામાં આવેલા પગલાંઓને કારણે મોટી દુર્ઘટના ટળી છે. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જાેવા મળ્યા હતા.
આગ લાગ્યા બાદ સ્ટેશન પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક રેલવે સ્ટેશન પર લગાવેલી પાણીની પાઈપથી આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. તો ફાયરની ટીમ પણ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં રાજધાની એક્સપ્રેસમાં આગ ભભૂકી ઊઠી હતી.
રતલામમાં રેલવેના કોટા ડિવિઝન હેઠળના વિક્રમગઢ આલોટ અને લૂનીરિછા સ્ટેશનની વચ્ચે દિલ્હી જતી તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં વહેલી સવારે આગ લાગી હતી.



