
૮ વખત સિક્સરથી ખાતું ખોલવાનો ચમત્કાર વૈભવ સૂર્યવંશીઅ પહેલા જ બોલ પર સિક્સર ફટકારી રચ્યો અનોખો રેકોર્ડ વૈભવ દિલ્હી સામે બેટિંગ કરવા ક્રિઝ પર ઉતર્યો અને લુંગી એન્ગીડીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી
વૈભવ સૂર્યવંશી ૧૫ વર્ષનો આ છોકરો IPL દરેક મેચ સાથે રેકોર્ડબુકમાં ધમાલ મચાવી રહ્યો છે. વૈભવ ક્રિઝ પર ઉતરે અને કોઈ રેકોર્ડ ન બને, એવું તો બની જ ન શકે. ૧૭ મેના રોજ IPL ૬૧મી મેચમાં વૈભવે ૨૧ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા. આ ઇનિંગની સૌથી ખાસ વાત એ રહી કે તેણે સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું હતું. વૈભવે પોતાની આ જ આદતના કારણે IPL ઇતિહાસ બદલી નાખ્યો છે. તેણે એક એવો ચમત્કાર કરી બતાવ્યો છે, જે આજ પહેલા કોઈએ વિચાર્યો પણ નહોતો.
વૈભવ સૂર્યવંશી દિલ્હી સામે બેટિંગ કરવા ક્રિઝ પર ઉતર્યો અને લુંગી એન્ગીડીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી દીધી. એટલે કે તેણે સિક્સર સાથે ખાતું ખોલ્યું. હવે વૈભવ IPL ઇતિહાસનો એકમાત્ર એવો બેટ્સમેન બની ગયો છે, જેણે ૮ વખત સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું છે. તેની આ અનોખી ‘સિક્સર સ્ટાઈલ‘ એ ક્રિકેટ જગતમાં સનસની મચાવી દીધી છે.
વૈભવ સૂર્યવંશીનો આ રેકોર્ડ એટલા માટે હેરાન કરનારો છે, કારણ કે ઘણા દિગ્ગજ બેટ્સમેન પણ પહેલો બોલ જાેઈ-વિચારીને રમે છે. ઘણા ઓપનર થોડો સમય લઈને પોતાના શોટ્સ રમે છે, પરંતુ વૈભવ બધાથી અલગ છે. તે ક્રિઝ પર આવતાની સાથે જ પહેલા બોલને સીધો સ્ટેન્ડ્સમાં મોકલી દે છે. IPL વૈભવ સૌથી વધુ ૮ વખત આ કમાલ કરનારો બેટ્સમેન બની ગયો છે. વૈભવે IPL કરિયરમાં અત્યાર સુધી ૮ વખત સિક્સર સાથે પોતાની ઇનિંગની શરૂઆત કરી છે. આ અદ્ભુત પરાક્રમને તેણે ૫ વખત ચાલુ સીઝનમાં (IPL 2026) અંજામ આપ્યો છે, જ્યારે ગત સીઝનમાં વૈભવે ૩ વખત સિક્સરથી ખાતું ખોલાવી ચૂક્યો હતો.
વૈભવે આ સીઝનમાં ૫ વખત પોતાના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી છે. આ મામલામાં તેણે દેવદત્ત પડિક્કલ (૨૦૨૬), સુનિલ નરેન (૨૦૨૫) અને શાહરૂખ ખાન (૨૦૨૩)ના એલિટ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
IPL ૨૦૨૬માં વૈભવે જે ૫ બોલરો સામે પહેલા બોલ પર સિક્સર ફટકારી, તેમાંથી ૪ સ્ટાર બોલર છે, જ્યારે એક નવો બોલર છે. વૈભવે જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ), મોહમ્મદ સિરાજ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ), અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ), લુંગી એન્ગીડી (દિલ્હી કેપિટલ્સ) અને પ્રફુલ્લ હિંગે (હૈદરાબાદ) સામે સિક્સર ફટકારીને ઇનિંગની શરૂઆત કરી હતી.
વૈભવની આ તબાહી માત્ર સિક્સરો સુધી મર્યાદિત નથી. આ જ સીઝનમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે માત્ર ૩૬ બોલમાં સદી ફટકારીને IPL 2026 ની સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ગત સીઝનમાં પણ તેણે માત્ર ૩૫ બોલમાં સેન્ચુરી ફટકારવાનું કારનામું કર્યું હતું. ૧૯મી સીઝનમાં વૈભવ ૧૨ મેચોમાં ૪૦.૫૦ની એવરેજ અને ૨૩૪.૭૮ના સ્ટ્રાઈક રેટથી ૪૮૬ રન બનાવી ચૂક્યો છે. તેણે ૪૩ ચોગ્ગા અને ૪૩ સિક્સર ફટકાર્યા છે.



