
ક્વોલિફાયર ૧ ધર્મશાળામાં યોજાશે.આ વખતે IPL ટુર્નામેન્ટની ફાઇનલ અમદાવાદમાં યોજાશે.ટિકિટ વેચાણ અને સંબંધિત મેનેજમેન્ટ ચિંતાઓને કારણે BCCI સ્થળ બદલવાનો ર્નિણય લીધો.IPL૨૦૨૬ના પ્લેઓફ માટેના વેન્યૂ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઇનલ અમદાવાદમાં યોજાશે. તો ક્વોલિફાયર ૧ ધર્મશાળામાં રમાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર ૨ મેચ ચંદીગઢમાં રમાશે.
નોંધનીય છે કે,IPL નિયમો અનુસાર, ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર યોજાવાની છે. પરિણામે બેંગલુરુ આ રેસમાં સૌથી આગળ હતું. જાે કે, ટિકિટ વેચાણને લગતા તાજેતરના વિવાદે સમીકરણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ટિકિટ વેચાણ અને સંબંધિત મેનેજમેન્ટ ચિંતાઓને કારણે BCCI એ સ્થળ બદલવાનો ર્નિણય લીધો. આ જ કારણ છે કે હવે ફાઇનલને અમદાવાદ ખસેડવામાં આવી છે.
IPL ૨૦૨૬ ફાઇનલ મેચ ૩૧ મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા ક્વોલિફાયર-૧ ૨૬ મેના રોજ યોજાશે, જ્યારે એલિમિનેટર મેચ ૨૭ મેના રોજ રમાશે. ક્વોલિફાયર-૨ ૨૯ મેના રોજ યોજાશે. ક્વોલિફાયર-૧ જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમે ક્વોલિફાયર-૨માં રમવું પડશે. ક્વોલિફાયર-૨ એલિમિનેટર વિજેતા અને ક્વોલિફાયર-૧માં હારનાર ટીમ વચ્ચે રમાશે.
આ સતત ચોથી વખત છે, જ્યારે અમદાવાદ IPL ફાઇનલનું આયોજન કરશે. અગાઉ ૨૦૨૨ અને ૨૦૨૩માં અહીં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લી ચાર સિઝનમાં ચેન્નાઈનું સ્છ ચિદમ્બરમ સ્ટેડિયમ એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં IPL ફાઇનલનું આયોજન થયું છે. ૨૦૨૪ની સિઝનની ફાઇનલ ચેન્નાઈમાં યોજાઈ હતી, જ્યાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને તેમનું ત્રીજું ટાઇટલ જીત્યું હતું.



