
આ એક સાઇ ફાઇ પ્રકારની એક્શન થ્રિલર ફિલ્મ હશે વિપુલ શાહ સાથે અક્ષય હોલિવૂડ સ્તરની એલિયન ફિલ્મ સમુક કરશે ફિલ્મ સાથે હોલિવૂડનાં જાણીતા ક્રિચર ઈફેક્ટ ડિઝાઇનર એલેક ગિલિઝ પણ જાેડાયા છે અક્ષય કુમાર એક મોટા સ્તરની સાઇ ફાઇ ફિલ્મ ‘સમુક’ કરવા જઈ રહ્યો છે, જે કનિષ્ક વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને વિપુલ અમ્રુતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મને એક બહુ મહત્વાકાંક્ષી એલિયન સર્વાઇવલ થ્રિલર તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેનું શૂટ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે. આ ફિલ્મથી અક્ષય કુમાર ફરી એક વખત સંપુર્ણ એક્શન અવતારમાં પાછો ફરશે અને આ ફિલ્મમાં પરગ્રહ વાસીઓથી માનજાતને બચી રહેવું, હોરર, મિલિટરીનું મિશ્રણ જેવી બાબતો સાથેની એક એલિયન થ્રિલર સ્ટોરી જાેવા મળશે. આ ફિલ્મની મહત્વની વાત એ છે કે રામાયણ પછી આ ફિલ્મ સાથે પણ મોટી સંખ્યામાં હોલિવૂડના ટેન્કિશીયન્સની ટીમ જાેડાઈ રહી છે. તેથી આ ફિલ્મમાં પણ દર્શકોને હોલિવૂડની કેટલીક ળેન્ચાઇઝી ફિલ્મ જેવો અનુભવ મળી શકે. આ ફિલ્મ અંગે વાત કરતા વિપુલ શાહે જણાવ્યું છે કે, “અમે હંમેશા અમારી જાતને અલગ અલગ જાેનરની ફિલ્મ સાથે પડકારવાની કોશિશ કરીએ છીએ અને સમુક એક એવી ફિલ્મ હશે, જે પ્રકારનો પ્રયત્ન ઇન્ડિયન સિનેમાએ આ પહેલાં ક્યારેય કર્યાે નથી. અમારો હેતુ ભારતીય દર્શકોને એક વર્લ્ડ ક્લાસ એલિયન થ્રિલર આપવાનો છે.”જ્યારે ઇનસાઇડ એજ અને સનક જેવી ફિલ્મો માટે જાણીતા ડિરેક્ટર કનિશ્ક વર્માએ આ પ્રકારની ફિલ્મનો વિચાર કઈ રીતે ઉદ્ભવ્યો અને તેના પર કઈ રીતે કામ આગળ વધ્યું તે વિશે વાત કરતા કહ્યું, “સમુકનો ઉદ્ભવ મારા એસપીજી વર્લ્ડ અને એલિયન અને પ્રીડેટર્સ જેવી સર્વાઇવલ થ્રિલર માટેના પ્રેમમાંથી થયો છે. આ પ્રકારની દુનિયાની અસરમાંથી અક્ષય સર સાથે કામ કરવું એ મારા માટે એક સપના જેવો અનુભવ રહ્યો છે. હું ઇચ્છતો હતો કે આ એલિયન પ્રકારનું જંતુ સેટ પર વાસ્તવિક લાગે. જુના જમાનાની ટેક્ટાઇલ હોરર ફિલ્મોએ એલિયનને આજે પણ મજા આવે એવા બનાવી દીધાં છે.”આ ફિલ્મ સાથે હોવિવૂડનાં જાણીતા ક્રિચર ઈફેક્ટ ડિઝાઇનર એલેક ગિલિઝ પણ જાેડાયા છે, જેમણે આ પહેલાં એલિયન અને પ્રીડેટર્સ ળેન્ચાઇઝી માટે પણ કામ કર્યું છે સાથે જ તેઓ સ્ટાર્સશિપ ટ્રુપર્સ, ઇટ અને ટ્રેમર્સ જેવી ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે. ગિલિઝ આ પહેલાં સ્ટેન વિનસ્ટન જેવા ફિલ્મ મેકર્સ સાથે કામ કરી ચુક્યા છે, ત્યારે તેમના આ ફિલ્મમાં જાેડાવાથી ફિલ્મ માટેનો ઉત્સાહ અને ઉત્સુકતા વધી ગયા છે. તેમણે આ બોલિવૂડ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે જણાવ્યું, “કનિષ્ક સાથે કામ કરવામાં ખરેખર બહુ મજા આવી છે, કારણ કે એને વાસ્તવિક ક્રિચર ફિલ્મ મેકીંગ બહુ જ ગમે છે. અમારો હેતુ એક એવું ક્રિચર બનાવવાનો છે, જે એલિયન કે પ્રીડેટર જેવું નથી અને દુનિયાએ આજ સુધી એવું કશું જાેયું નથી. મેં અને કનિશ્કે સાથે મળીને આ ક્રિચરનું પાત્ર ડિઝાઇન કર્યું છે, જે ખરેખર એક અલગ એલિયન છે, જે હોરર માહોલ ઉભો કરશે. સીજીઆઈ અને એઆઈના જમાનામાં ડિરેક્ટર્સ અને દર્શકોને જાતે ખડા કરેલા, માણસોએ પરંપરાગત આવડત અને જ્ઞાનમાંથી ખડા કરેલા રાક્ષસી જીવો જાેવામાં રસ છે એ જ અમારા માટે મોટી વાત છે.” ગિલિસે અક્ષય કુમારના પણ વખાણ કર્યા હતા અને કહ્યું, “એનું બૉડી અને મજબુતી જેસન સ્ટેથમ જેવા છે અને એની લોકપ્રિયકતા ટોમ ક્રુઝ જેવી છે. તેથી અમારે એક એવો જીવ બનાવવાનો હતો, જે એમનો સામનો કરી શકે.



