
રણવીરે માન જાળવવા ખાતર મૌન રાખ્યું હોવાનો ટીમનો દાવો રણવીર સિંહ સાથે ફિલ્મ બૉડીમાંથી કોઈ કામ નહીં કરે એફડબલ્યુઆઈસીઈના મુખ્ય સલાહકાર અશોક પંડિત, પ્રમુખ બિરેન્દ્રનાથ તિવારી અને માનદ જનરલ સેક્રેટરી અશોક દુબે આ ચર્ચામાં હાજર રહ્યા હતા રણવીર સિંહે ફરહાન અખ્તરની ડૉન ૩ છોડી અને તેમની વચ્ચે વિવાદ થયા પછી કેટલીક બેઠકો પણ થઈ પરંતુ આ મુદ્દાનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. રણવીરને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હતો અને ટીમે પ્રી પ્રોડક્શનનું કામ શરુ કરી દીધું હતું પછી રણવીરે ફિલ્મ છોડી દીધી તેથી ફરહાનના એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ૪૫ કરોડનાં વળતરની માગ કરી હતી. સોમવારે ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોય્ઝ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં તેમણે રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચેના વિવાદ અંગે ચર્ચા કરી હતી. એફડબલ્યુઆઈસીઈના મુખ્ય સલાહકાર અશોક પંડિત, પ્રમુખ બિરેન્દ્રનાથ તિવારી અને માનદ જનરલ સેક્રેટરી અશોક દુબે આ ચર્ચામાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે જાહેર કર્યું હતું કે ફિલ્મ બૉડી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યાં હતાં.બિરેન્દ્રનાથ તિવારીએ કહ્યું, “તાત્કાલિક અસહકાર નોટીસ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ બૉડીના કોઈ પણ સભ્ય રણવીર સિંહ સાથે કામ નહીં કરે. જ્યાં સુધી રણવીર સાથે કોઈ વાત નહીં થાય , જ્યાં સુધી એ સામેથી આવીને વાત નહીં કરે, ત્યાં સુધી આ અસહકાર ચાલુ રહેશે. ફ્વાઇસ રણવીરનો પક્ષ સાંભળવા પણ તૈયાર છે અને બંને પક્ષ સહમત હોય એવા કોઈ યોગ્ય અને આખરી ર્નિણય તરફ આગળ વધશે.”રણવીરની ટીમનાં પ્રવક્તા તરફથી મંગળવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રણવીરની બાજુથી મત જાહેર કરવામાં આવ્યો હતો. આ નિવેદનમાં કહેવાયું, “ડોન ળેન્ચાઇઝી અને ફિલ્મ ળેટર્નિટી સાથે જાેડયેલા દરેક વ્યક્તિ પ્રત્યે રણવીર સર્વાેચ્ચ આદર અને માન ધરાવે છે. ડોન ૩ની આસપાસની છેલ્લા થોડા સમયની ઘટનાઓ દરમિયાન તેમણે ઇરાદાપૂર્વક મૌન રહેવાનું પસંદ કર્યું છે કારણ કે એ માને છે કે પ્રોફેશનલ ચર્ચાઓમાં અને વ્યક્તિગત સંબંધોમાં માન, મેચ્યોરિટી અને એકબીજા પ્રત્યેના આદરથી કામ લેવું જાેઈએ.”આગળ લખાયું, “આ સમય દરમિયાન ઘણી ચર્ચાઓ અને ધારણાઓ ચાલી છે, પરંતુ રણવીરે ક્યારેય તેને જાહેરમાં જવાબ આપવાનું કે વિવાદમાં ઝંપલાવવાનું યોગ્ય નથી માન્યું. તેનું સંપુર્ણ ધ્યાન તેનાં કામ અને આવનારા કમિટમેન્ટ પર જ રહ્યું છે. તે આજે પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા તમામ લોકો પ્રત્યે ઊંડો આદર અને શુભેચ્છા ધરાવે છે અને ળેન્ચાઇઝીને સતત સફળતા મળે તેવી હૃદયપૂર્વક કામના કરે છે. આવી પરિસ્થિતિઓમાં સંયમ અને શાલીનતા જાળવવાનો ર્નિણય હંમેશા તેમની તરફથી જાણીજાેઈને લેવામાં આવ્યો છે અને તેઓ આગળ પણ એ જ વલણ જાળવી રાખશે.”જાેકે, બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ફ્વાઇસ પાસે કોઈ જ કલાકાર કે ક્રુ પર આ રીતે પ્રતિબંધ મુકવાનો કોઈ અધિકાર કે સત્તા નથી. ફ્વાઇસ તેના સભ્યોને રણવીર સિંહ સાથે જાેડાયેલી ફિલ્મોમાં સહકાર ન આપવા માટે કહી શકે છે, પરંતુ તે સભ્યો ઇચ્છે તો આ સૂચનાનું પાલન ન કરવાનું પણ પસંદ કરી શકે છે. જાે કોઈ એવું કરે, તો ફ્વાઇસ તેમની સામે આર્થિક અથવા અન્ય કોઈ પ્રકારની કાર્યવાહી કરી શકશે નહીં. ઉપરાંત, રણવીર સાથે જાેડાયેલા કોઈપણ ફિલ્મ પ્રોજેક્ટ ફ્વાઇસની બહારના કલાકારો અને ટેન્કિશિયનને પણ કામ પર રાખી શકે છે. જાેકે યુનિયન પાસે બોલિવૂડના હજારો સભ્યો હોવાનો દાવો છે, પરંતુ તેનાં સભ્યો આખા ફિલ્મ ઉદ્યોગને આવરી લેતાં નથી.



