
કેન્દ્ર-બોર્ડને પાઠવી નોટિસસુપ્રીમ કોર્ટનો CBSE ની ધો.૯-૧૦માં ‘૩ ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર-ઝ્રમ્જીઈ પાસેથી માંગ્યો જવાબ.સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)દ્વારા ધોરણ ૯ અને ૧૦ના અભ્યાસક્રમમાં ત્રણ ભાષા ફરજીયાત બનાવવાના ર્નિણય વિરુદ્ધની અરજી પર મોટો ર્નિણય લીધો છે. કોર્ટે CBSE ના આ ર્નિણય પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જાેકે કોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીએસઈને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. CBSE ના ર્નિણય વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજી કહેવાયું છે કે, નવી ભાષા નીતિના કારણે વિદ્યાર્થીઓ પણ વધારાનું દબાણ વધી શકે છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન અરજદારે કહ્યું કે, ‘ઝ્રમ્જીઈના આ નવા નિયમના કારણે વિદ્યાર્થીઓ પર વધારાનું દબાણ વધી શકે છે. હવે આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર અને CBSE પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી ૧૫ અથવા ૧૬ જુલાઈ હાથ ધરવાનો ર્નિણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, CBSE દ્વારા ધોરણ ૯ અને ૧૦ના અભ્યાસક્રમમાં ભાષાઓની નીતિને લઈને મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. CBSE દ્વારા ૧૫ મે, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો સંપૂર્ણપણે ફરજિયાત રહેશે. આ નવો નિયમ ૧ જુલાઈ, ૨૦૨૬થી દેશભરની તમામ CBSE સંલગ્ન શાળાઓમાં અમલી બની જશે. જાે કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ ન વધે તે માટે બોર્ડે ધોરણ-૧૦માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષામાંથી મુક્તિ આપી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ભાગરૂપે લેવાયેલા આ ર્નિણયથી શાળાકીય શિક્ષણના માળખામાં મોટો બદલાવ આવશે. અગાઉના અહેવાલોમાં એવું અનુમાન હતું કે આ ત્રણ ભાષાની ફોર્મ્યુલા ધોરણ-૬ થી તબક્કાવાર લાગુ કરીને ૨૦૩૦-૩૧ સુધીમાં ધોરણ-૧૦ સુધી લંબાવવામાં આવશે. પરંતુ બોર્ડે મે ૨૦૨૬ના આ પરિપત્ર દ્વારા ધોરણ-૯ અને ૧૦ માટેની સમયરેખા અને અમલીકરણને સ્પષ્ટ અને કાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે.
CBSE દ્વારા સુધારેલી ભાષા પદ્ધતિ હેઠળ, અભ્યાસક્રમમાં ત્રણ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને ઇ૧, ઇ૨ અને ઇ૩ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે, વિદ્યાર્થીએ પસંદ કરેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય હોવી અનિવાર્ય છે.



