
દરેક ડિરેક્ટર એક ફિલ્મ પછી બીજી ફિલ્મ કરવા માંગે છે મારે રોહિત શેટ્ટી જેવી ફિલ્મો બનાવવી છે : કિરણ રાવ કિરણ રાવે લાપતા લેડીઝ કરી એના ૧૩ વર્ષ પહેલાં પોતાની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી હતી ફિલ્મમેકર કિરણ રાવ નથી ઇચ્છતા કે તેમની આગામી ફિલ્મમાં પણ પોતાની પહેલી બે ફિલ્મ વચ્ચે આવેલ લાંબા સમયગાળાની જેમ ફરી વધુ સમય વીતી જાય. ૨૦૨૪માં આવેલી અને તેમની વખણાયેલી ફિલ્મ લાપતા લેડીઝ સાથે દિગ્દર્શક તરીકે પરત ફર્યાં પછી, કિરણ રાવે ખુલાસો કર્યાે છે કે તે હવે વધુ નિયમિત રીતે ફિલ્મો બનાવવા ઇચ્છે છે અને હાલમાં વિવિધ જાેનરના અનેક નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાં છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં, કિરણ રાવે ડિરેક્શન પ્રત્યેનાં પોતાનાં અભિગમ વિશે ખુલીને વાત કરી કિરણે કહ્યું, “સ્પષ્ટ કહું તો, હું સતત દિગ્દર્શન કરતી રહેવા માંગું છું. દરેક ડિરેક્ટર એક ફિલ્મ પછી બીજી ફિલ્મ કરવા માંગે છે. કાશ હું રોહિત શેટ્ટી જેવી હોત. ખરા અર્થમાં કહું તો, તેઓ એક ફિલ્મનું એડિટિંગ કરતા હોય છે, બીજીનું દિગ્દર્શન કરતા હોય છે અને ત્રીજીનું પ્રમોશન કરતા હોય છે. જાે મારી પાસે પણ એટલો આત્મવિશ્વાસ હોત કે હું પરિણામ વિશે એટલી ચિંતા ન કરું, તો હું ઘણી વધુ ફિલ્મો બનાવી શકતી હોત.”કિરણ રાવે લાપતા લેડીઝ કરી એના ૧૩ વર્ષ પહેલાં પોતાની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. કિરણ રાવે કહ્યું કે, તે હાલ એક સુપરનેચરલ ફિલ્મ અને એક કોમેડી ડ્રામા ફિલ્મ પર કામ કરે છે, જેમાં પણ લાપતા લેડીઝ જેવો હળવો વિષય હશે.



