
બિગ બજેટ ફિલ્મ હશે તેવો દાવો કિર્તી સુરેશને વધુ એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મની ઓફર કીર્તી આ અગાઉ વરુણ ધવન સાથેની ‘બેબી જાેન’ ફિલ્મમાં જાેવા મળી હતી. જાેકે, તેને ધારી સફળતા મળી ન હતી કિર્તી સુરેશને બોલિવુડમાં વધુ એક રોમાન્ટિક ફિલ્મની ઓફર થઈ હોવાનું કહેવાય છે. જાેકે, કિર્તી સુરેશે પોતે આ પ્રોજેક્ટ અંગે કોઈ વિગતો હજુ સુધી જાહેર કરી નથી. કિર્તી સુરેશની રાજ કુમાર રાવ સાથેની ફિલ્મ ‘રફતાર’ આગામી જુલાઈમાં રીલિઝ થવાની હતી પરંતુ તેને બદલે આ ફિલ્મ હવે આગામી દશેરા સુધી ઠેલાઈ ચૂકી છે. આ દરમિયાન કિર્તીને બોલિવુડમાં વધુ એક પ્રોજેક્ટ મળી ચૂક્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ફિલ્મ મોટાં બજેટની હશે અને તે રોમાન્સ તથા થ્રીલરનું જાેનર ધરાવતી હશે એમ કહેવાય છે. કીર્તી આ અગાઉ વરુણ ધવન સાથેની ‘બેબી જાેન’ ફિલ્મમાં જાેવા મળી હતી. જાેકે, તેને ધારી સફળતા મળી ન હતી.



