
વિશાળ સ્ટાર કાસ્ટ સાથેની ફિલ્મ ૨૬ જુને રિલીઝ થશે વેલકમ ટુ ધ જંગલ માત્ર એક કોમેડી નથી, તે ૨૦૨૬ની બોલિવૂડની સૌથી મોટી સ્ટ્રેસબસ્ટર છે અક્ષય કુમાર ફરી એકવાર કોમેડી ઝોનમાં જાેવા મળશે, જેમાં દર્શકોએ તેને દાયકાઓથી પ્રેમ આપ્યો છે આ સમયમાં જ્યારે હિન્દી સિનેમા વધારે પડતી એક્શન ફિલ્મો, ડાર્ક ડ્રામા, સ્પાય થ્રિલર્સ, હિંસક દૃશ્યો અને ભારે ભાવનાત્મક વાર્તાઓથી ભરેલું છે, ત્યારે વેલકમ ટુ ધ જંગલ દર્શકોને એવી મજા આપવાની તૈયારીમાં છે જેની તેમને ખરેખર જરૂર છે – એક સંપૂર્ણ મોટા પડદા પરનું સ્ટ્રેસબસ્ટર મનોરંજન. ફિલ્મ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને અક્ષય કુમારની આગેવાની હેઠળની વિશાળ સ્ટારકાસ્ટને કારણે તે વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી કોમેડી ફિલ્મમાં સ્થાન મેળવી ચૂકી છે.અક્ષય કુમાર ફરી એકવાર કોમેડી ઝોનમાં જાેવા મળશે, જેમાં દર્શકોએ તેને દાયકાઓથી પ્રેમ આપ્યો છે. એક્શન યુનિવર્સ અને પેન-ઇન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થાય તે પહેલાં જ અક્ષયે હેરા ફેરી, ગરમ મસાલા, ભાગમ ભાગ, વેલકમ, હાઉસફુલ જેવી ફિલ્મો દ્વારા મજબૂત કોમિક ફિલ્મોની પરંપરા શરૂ કરી હતી. ખરાબ પરિસ્થિતિમાં પણ ગંભીર ચહેરા સાથે પ્રતિક્રિયા આપવાની અને અતિશયોક્તિપૂર્ણ પરિસ્થિતિઓને પોતાનાં ટાઇમિંગથી વધુ મજેદાર બનાવવાની તેની ક્ષમતા તેની સૌથી મોટી તાકાતમાંથી એક રહી છે. પરંતુ ફિલ્મની સૌથી મોટી ચર્ચાનો વિષય તેની વિશાળ સ્ટારકાસ્ટ છે. આજના સમયમાં મલ્ટી-સ્ટારર ફિલ્મ બનાવવી સહેલી નથી. કલાકારોની તારીખો મેળવવી મુશ્કેલ છે, કોમ્બિનેશન ગોઠવવા પડકારજનક છે, ખર્ચ વધી જાય છે અને દરેક કલાકારને યોગ્ય સ્થાન આપવું પડે છે.તેમ છતાં, વેલકમ ટુ ધ જંગલ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, રવિના ટંડન, લારા દત્તા, જેકલીન ફનાર્ન્ડિઝ, દિશા પટ્ટણી, પરેશ રાવલ, જાેની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર અને શ્રેયસ તલપડે સહિતના મોટા અને રંગબેરંગી કલાકારોને એકસાથે લાવવામાં સફળ રહી છે.અનુભવી ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ આ ફિલ્મ વિશે માને છે કે આવી મનોરંજક ફિલ્મોની હાલમાં ખૂબ જરૂર છે. તેઓ કહે છે, “૭૦, ૮૦ અને ૯૦ના દાયકામાં ઘણી સ્ટ્રેસબસ્ટર ફિલ્મો બનતી હતી. પછી ક્યાંક આપણે રસ્તો ભુલી ગયા અને માત્ર મેટ્રો શહેરો અને વિદેશી દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. હું એવું નથી કહતો કે એમાં કંઈ ખોટું છે, પરંતુ જાે મોટા તબક્કાના દર્શકોને ધ્યાનમાં રાખવા હોય તો તેમને મનોરંજન જાેઈએ છે. તેમને શું જાેવું ગમે છે તે આપવું જાેઈએ, આપણને શું જાેવું ગમે છે તે નહીં.”વેલકમ ળેન્ચાઇઝીના ઉદય શેટ્ટી, મજનુ ભાઈ, ડૉ. ઘુંગરૂ અને આરડીએક્સ જેવા પાત્રોએ હંમેશા વિચિત્ર હાસ્ય અને મજેદાર પરિસ્થિતિઓ દ્વારા દર્શકોને હસાવ્યા છે. હવે વેલકમ ટુ ધ જંગલ પાસે આ વારસાને વધુ વિશાળ સ્તરે આગળ વધારવાની તક છે.ટ્રેડ વિશ્લેષક અતુલ મોહન માને છે કે ફિલ્મ પાસે બોક્સ ઓફિસ પર સફળ થવાની મોટી તક છે. તેઓ કહે છે, “અમે જાેયું છે કે પહેલા બે ભાગોએ સારું પ્રદર્શન કર્યું હતું. આજે પણ તેમની મજબૂત રીકૉલ વેલ્યુ છે. લોકો હજુ પણ તેનાં મીમ્સ બનાવે છે. આ એવી ળેન્ચાઇઝી છે જે નવી પેઢીમાં પણ એટલી જ લોકપ્રિય છે.”આ ફિલ્મનો સમય પણ યોગ્ય જણાય છે. લાંબા સમય સુધી મોટી એક્શન ફિલ્મો અને ગંભીર વાર્તાઓ જાેયાં પછી હવે પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી મોટી કોમેડી માટે ફિલ્મ બની છે. કોમેડી યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેની રિપીટ વેલ્યુ ખૂબ જ મોટી હોય છે. તે માત્ર ઓપનિંગ ડે પર આધાર રાખતી નથી, પરંતુ વર્ડ ઓફ માઉથ વખાણ, યાદગાર સીન અને ડાયલોગ્સ દ્વારા આગળ વધતી જાય છે.તરણ આદર્શ કહે છે, “આ ફિલ્મ મને મલ્ટી-સ્ટારર ફિલ્મોના સુવર્ણ દિવસોની યાદ અપાવે છે.



