
લોકોને યાદ આવ્યો ‘તેરે નામ‘નો ‘રાધે ભૈયા’.સલમાન ખાનનો નવો લુક જાેઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા!.સલમાન આ ઇવેન્ટમાં બઝ-કટ હેરસ્ટાઇલમાં જાેવા મળ્યો હતો. તેમજ તેની હળવી દાઢી સાથેનો લુક વધુ દમદાર દેખાતો હતો.તાજેતરમાં ફિલ્મ ‘લગાન’ની ૨૫મી વર્ષગાંઠની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન આ કાર્યક્રમમાં પ્રવેશતા જ બધાનું ધ્યાન તેમના પર કેન્દ્રિત થયું હતું. જેમાં સલમાન ખાન અને આમિર ખાન એકસાથે જાેવા મળ્યા હતા. કાર્યક્રમમાં સલમાન ખાનનો નવો લુક જાેઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા હતા! આમ, સલમાનને જાેઈને લોકોને યાદ આવ્યો ‘તેરે નામ‘નો ‘રાધે ભૈયા’.સલમાન આ ઇવેન્ટમાં બઝ-કટ હેરસ્ટાઇલમાં જાેવા મળ્યો હતો. તેમજ તેની હળવી દાઢી સાથેનો લુક વધુ દમદાર દેખાતો હતો. સલમાનના નવા લુકને માત્ર ચાહકો જ નહીં પરંતુ હાજર સેલિબ્રિટીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. સલમાન પહેલા કરતાં વધુ ફિટ જાેવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તરત જ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે તેનો નવો અવતાર દિગ્દર્શક વામશી પૈડીપલ્લીની આગામી ફિલ્મ ‘SVC63’ માટે બનાવવામાં આવી રહ્યો છે.આ ઇવેન્ટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાની સાથે જ ચાહકોનું રીએકશન સામે આવી રહ્યા છે. સલમાન ખાનના બદલાયેલા લુકથી લોકો આશ્ચર્યચકિત થઈ એક યુઝરે લખ્યું, ‘સલમાન અને આમિર એક જ ળેમમાં. રાહ જુઓ, શું ખરેખર સલમાન છે? આ પરિવર્તન ખરેખર આશ્ચર્યજનક છે. જાે આ ફિલ્મ ‘SVC63’નો લુક છે, તો તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તે ચોક્કસ છે.’આ ઇવેન્ટના વીડિયોમાં બીજી એક રસપ્રદ વાત જાેવા મળી કે, ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન પણ સલમાન ખાનની ફિટનેસ પરથી નજર હટાવી શક્યા નહોતો. એક યુઝરે મજાકમાં ટિપ્પણી કરી, ‘સલમાનની ફિટનેસે આમિરને પણ ચોંકાવી નાખ્યો.” બીજા વીડિયોમાં કરીના કપૂર ખાન પણ સલમાનના લુકથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.સુપરસ્ટાર સલમાન ખાનના આ લુકની ચર્ચા આગામી ફિલ્મને લઈને થઈ રહી છે. આ વર્ષના માર્ચમાં તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વામશી પૈડીપલ્લી સાથે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ફિલ્મનું શીર્ષક હજુ સુધી નક્કી થયું નથી, તેથી તેને ‘SVC63’ તરીકે ઓળખવામાં આવી રહી છે.વેંકટેશ્વર ક્રિએશન્સ બેનર હેઠળની આ ૬૩મી ફિલ્મ છે. ચાહકો ભાઈજાનના આ નવા અવતારને આ અનટાઈટલ્ડ ફિલ્મ સાથે જાેડી રહ્યા છે.આ ફિલ્મની સૌથી મોટી ખાસ વાત એ છે કે, તેમાં સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા મુખ્ય રોલમાં છે. આ પહેલી વાર હશે જ્યારે સલમાન ખાન અને નયનતારા એકસાથે સ્ક્રીન શેર કરતા જાેવા મળશે. ચાહકો આ નવી જાેડીને મોટા પડદા પર જાેવા માટે ઉત્સાહિત છે. જાેકે, એ જાેવાનું બાકી છે કે સલમાનનો દમદાર લુક આ ફિલ્મ માટે છે કે તેની પાછળ કોઈ અન્ય ટ્વિસ્ટ છે.



